Abtak Media Google News

દુધઈમાં ૨.૬, ૨.૩ અને ૧.૫ની તીવ્રતા જ્યારે બેલામાં ૨.૧ અને રાપરમાં ૧.૧ની તીવ્રતાનો ભૂકંપ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં સતત ધરા ધ્રૂજતી રહે છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કચ્છમાં ભૂકંપના ૫ આંચકા નોંધાયા છે. જેમાં દૂધઈ નજીક ૨.૬, ૨.૩ અને ૧.૫ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. તો કચ્છના બેલા નજીક ૨.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. દૂધઈથી ૩૦, ૯ અને ૧૨ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. જ્યારે બેલામાં ૨.૧ અને મોડી રાતે રાપરમાં ૧.૧ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

સતત ભૂકંપના આંચકાઓથી ફરી ધ્રૂજી કચ્છની ધરા ધ્રૂજી ઉઠી છે. જોકે, કચ્છવાસીઓને તેની આદત પડી ગઈ છે. ચાર દિવસ પહેલા જ કચ્છમાં ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિકટેર સ્કેલ પર ૩.૧ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. દૂધઇથી ૨૪ કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સતત આવતા આંચકાથી કચ્છવાસીમાં ભયનો માહોલ રહેતો હોય છે.

એક તરફ કચ્છમાં રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તો બીજી તરફ નીચે ધરા ધ્રૂજી રહી છે. બે કુદરતી આફતો સહન કરી રહેલા કચ્છવાસીઓ માટે આખુ વર્ષ આવી રીતે જ પસાર થતું હોય છે.

ઉલ્લેખનીય છે કે, ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.