ભૂજમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૫ ઝડપાયા

રૂા.૧૨ હજારની રોકડ ઝબ્બે: એક આરોપી દસ દિવસમાં બીજીવાર પકડાયો

ભુજના હોસ્પિટલ રોડ પર આવેલ એક હોટલમાં રૂમ ભાડે રાખીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને પાંચને રોકડ રૂા.૧૨ હજાર તથા ટીવી, સેટઅપ બોક્ષ, રીમોટ, ચાર મોબાઈલ સહિત ૩૪,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પાંચ પૈકી એક આરોપી દસ દિવસમાં સટ્ટો રમતા બીજીવાર પકડાયો હતો.

પકડાયેલ આરોપીમાં બાદલ પરષોતમભાઈ ઠક્કર (ઉ.૪૧) રહે.હાઉસીંગ બોર્ડ સોસાયટી, રઘુવંશીનગર ભુજ, ખુશાલગીરી ઉત્તમગીરી ગૌસ્વામી (ઉ.૫૦) રહે.માધાપર કેશવબાગની બાજુમાં માધાપર ભુજ, જતીન પ્રેમજી ઠક્કર (ઉ.૩૮) રહે.ઘનશ્યામનગર પ્રકાશદીપ એપાર્ટમેન્ટ મકાન નં.૧૩ ભુજ, ઈકબાલ ઓસમાણ રાયમાં (ઉ.૪૧) રહે.રાઈરોડ સ્વાધ્યાય કેન્દ્ર સામે નલીયા, તા.અબડાસા, હિરેન દિનેશભાઈ ઠક્કર (ઉ.૨૯) રહે.ઓધવ પાર્ક-૧ મુંદ્રા રિલોકેશન સાઈટ પ્રમુખ સ્વામીનગર ભુજ તે મોબાઈલ ૪ રૂા.૧૧,૦૦૦, રોકડા રૂપિયા ૧૨,૫૦૦, ટીવી નં.૧ રૂા.૧૦,૦૦૦, સેટઅપબોક્ષ નં.૧ રૂા.૧૦૦૦, રીમોટ નં.૨ ૧૦૦, ડાયરી નં.૧, બોલપેન ઝડપી પાડ્યા છે.

Loading...