Abtak Media Google News

રૂા.૧૫ હજારનો ચેક અને શાલ ઓઢાડી શિક્ષકોને નવાઝયા

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનાં જન્મ દિવસ ૫ સપ્ટેમ્બરનાં રોજ વેરાવળ સ્થિત સરસ્વતી વિદ્યાલયમાં ગીર-સોમનાથથ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં શ્રેષ્ઠ યોગદાન આપનાર ૫ શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. જેમાં જિલ્લાકક્ષાના  શ્રેષ્ઠ શિક્ષકને રૂા. ૧૫૦૦૦ અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને રૂા.૫૦૦૦નો ચેક અર્પણ કરી શાલ અને સન્માનપત્ર આપી વિશેષ બહુમાન કરાયું હતું.

રાજ્ય બીજ નિગમનાં ચેરમેન રાજશીભાઇ જોટવાનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં તેમણે શિક્ષકો-ગુરૂજનોને હંમેશા વંદનીય છે તેમ જણાવી કહ્યું કે, બાળક દેશ અને આવનારી પેઢીનું ભવિષ્ય છે. બાળકના  ઘડતરમાં શિક્ષકનો મહત્વનો ફાળો હોય છે. પુર્વમંત્રી જશાભાઈ બારડે શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, શિક્ષક દિન ફક્ત ભારતમાંજ ઉજવાઇ છે તે આપણી શિક્ષક પ્રત્યેની લાગણી-વિશ્વાસ છે. આજનો દિવસએ આપણા માટે ગૌરવનો દિવસ છે.

5-Best-Teachers-From-Gir-Somnath-District-Were-Honored
5-best-teachers-from-gir-somnath-district-were-honored

જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સામતભાઈ જાખોત્રાએ તેમના અભિપ્રાયો આપતા કહ્યું કે, શિક્ષક દિનની ઉજવણીમાં શિક્ષકોની સાથોસાથ વિધાર્થીઓનું પણ સન્માન કરવામાં આવતા હું હર્ષની લાગણી અનુભવું છું.

5-Best-Teachers-From-Gir-Somnath-District-Were-Honored
5-best-teachers-from-gir-somnath-district-were-honored

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને પ્રા.શિક્ષણ અધિકારીની કચેરી ગીર-સોમનાથથ દ્વારા આયોજિત શિક્ષકદિન અને જિલ્લાકક્ષા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં નગરપાલીકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, જિલ્લા શિક્ષણાધિકારી કૈલા, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી સગારકા, સાયન્સ કોલેજના આચાર્ય છગબેન તેમજ મોટીસંખ્યામાં શિક્ષકગણ સહભાગી થયો હતો. કાર્યક્રમનું સંચાલન શિક્ષક દિપકભાઇ નિમાવતે અને આભારવિધી વેરાવળ ગર્લ્સ સ્કુલના આચાર્ય એન. ડી. અપારનાથીએ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.