Abtak Media Google News

આજે પ્રજાપતિ રાજકીય જાગૃતિ અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે કાર્યકર્તા સશકિતકરણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પુલવામાં શહીદ થયેલા સીઆરપીએફ ૪૪ જવાનો આપણા ભાઇઓને શ્રઘ્ધાંજલી અર્પીને આ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી છે., ત્યારે પ્રજાપતિ સમાજ શોકની લાગણી અનુભવે છે.

પ્રજાપતિ સમાજની સંખ્યા ૪૦ જેટલા વિધાનસભા ક્ષેત્રમાં અને ૬ લોકસભા ક્ષેત્રોમાં નિર્ણાયક ભૂમિકામાં છે ત્યારે સમાજને જાગૃત કરવાની આ પહેલની શરુઆત પવિત્ર ભુમી દેવભૂમિ દ્વારકાના સાનિઘ્યમાં અને દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવિને ૩૦ ડીસે. ૨૦૧૮ ના રોજ કરવામાં આવી. ગુજરાતભરમાં દરેક પક્ષ કયાંકને કયાંક પ્રજાપતિ સમાજના સક્રીય કાર્યકર્તાઓની અગવણના કરીને સમાજનો હક આપવાનું ચુકી રહ્યો છે. અને કાર્યકર્તાઓની વર્ષોની મહેનતની કદર કરવાનું પણ ચુકી રહ્યો છે.

અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરત વિગેરે જીલ્લાઅોમાં આ બેઠક યોજાય ગયેલ છે તેમજ નજીકના ભવિષ્યમાં ગુજરાતના દરેક જીલ્લાઓમાં કાર્યકર્તા સશકિતકરણ બેઠકનું આયોજન કરવામાં આવશે. દરેક તાલુકામાં અને શહેરમાં જન ચેતનાસભાનું આયોજન કરવામાં આવશે. આ સાથે રાજકોટમાં પણ જન ચેતના મહાસભાનું આયોજન કરવામાં આવશે. ગુજરાતભરમાં ૭૦૦ થી વધુ સંસ્થાઓ ગામડાના છેવાડાના સમાજના  ગરીબ પ્રજાપતિથી લઇને તાલુકા જીલ્લા રાજયકક્ષા સુધીનો પ્રજાપતિ સમાજના સંવાદનું માઘ્યમ પ્રજાપતિ રાજકીય જાગૃતિ અભિયાન બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.