Abtak Media Google News

ઉપસ્થિતિ રહેનાર સભાપતિઓ, વિદ્વાનો અને પ્રતિભાગીઓનું સ્વાગત કરાયું

ઇ.સ.૧૯૧૯થી શરૂ થયેલ અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનનું  ૪૯મું અધિવેશન (સંમેલન) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પરિસરમાં યોજાયું. તેનો ઉદ્ઘાટન સમારોહ તા.૧૮મેના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૦૦ કલાકે યોજાઇ ગયો. જે આપણા માટે વેરાવળ શહેર માટે ગૌરવની બાબત છે.

ઉદ્ઘાટન સમારોહમાં કાર્યક્રમના ઉદ્ઘાટકરૂપે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ સંસ્કૃત ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલે કાર્યક્રમમાં ઉદ્ઘાટકરૂપે આમંત્રિત કરવા બદલ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો.  સંમેલનમાં આવનાર દેશના વિવિધ રાજ્યોનાં મૂર્ધન્ય વિદ્વાનો, સંશોધકો, વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર ભૂમિમાં ભાવભર્યું આમંત્રણ તેમણે પાઠવ્યું.

ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનમાં સંસ્કૃતની સાથે સાથે પારસી, પ્રાકૃત, ઇરાનીયન, ઇસ્લામિક, અરેબિક, પર્સિયન, દ્રવિડ પરિવારની દક્ષિણ ભારતીય ભાષાઓ, ઉત્તર ભારતીય ભાષાઓ સહિત તમામ પ્રાચ્ય ભાષાઓનાં સંમેલનનું આયોજન એ ગુજરાત રાજ્ય માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

વિશેષ અતિથિ ડા.પંકજ જાનીએ (કુલપતિ, ડા.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ) આ યુનિવર્સિટીના લક્ષ્ય સાથે જોડાયેલ સંસ્કૃત વિદ્યામાં રહેલ ગૂઢ તત્ત્વોને સંશોધનને આધારે સમાજીભિમુખ બનાવવા અનુરોધ કર્યો. સંસ્કૃતનાં વિદ્વાનો, સંશોધકો અને વિદ્વાનોને સંસ્કૃતનાં વિવિધ શાસ્ત્રોમાં રૂચિકર સંશોધનો કરવાં પ્રોત્સાહિત કર્યાં.

૪૯માં સંમેલનનાં અધ્યક્ષ પ્રો.ચંદ્રકાંત શુકલાએ પ્રસંગોચિત ઉદ્બોધિત કરી સૌ પ્રતિભાગીઓને પ્રોત્સાહિત કર્યાં.આ સંમેલનનાં સ્થાયી મહાસચિવ પ્રો.સરોજા ભાટે પણ ઉપસ્થિત રહ્યાં અને પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું.

સમગ્ર કાર્યક્રમનાં અધ્યક્ષ પ્રો.અર્કનાથ ચૌધરી (કુલપતિ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ) એ ૪૯માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા સંમેલનમાં ઉપસ્થિત થનાર સૌ સભાપતિઓનું  વિદ્વાનો અને પ્રતિભાગીઓનું હાર્દિક સ્વાગત કર્યુ અને આ સંમેલનને સફ઼ળ બનાવવા પ્રોત્સાહિત કર્યા.

૪૯માં સંમેલનનાં સ્થાયી સચિવ (લોકલ સેક્રેટરી) પ્રો.દેવેન્દ્રનાથ પાંડેયે સૌનું સ્વાગત કર્યુ.  અંતે યુનિવર્સિટીના કા.કુલસચિવ પ્રો.મહેન્દ્રકુમાર એ. દવેએ સૌનો આભાર વ્યક્ત કર્યો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.