Abtak Media Google News

ભાજપના પ્રભારી ઓમ માથુર આજથી ૧ માર્ચ સુધી ગુજરાતની મુલાકાતે

આગામી લોકસભાની ચૂંટણી અન્વયે કેન્દ્રની યોજના મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તારીખ ૨૮ ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સ થી સમગ્ર દેશમાં ૧૫,૦૦૦ સ્થાન મંડલ ઉપર મેરા બુથ સબ સે મજબૂત અંતર્ગત સમગ્ર દેશના લાખ ભાજપના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે સીધો સંવાદ કરશે. જયારે ગુજરાત કુલ ૪૫૧ સ્થાનોમાં જેમાં ગ્રામ્ય અને શહેરના ૪૧૪ મંડલમાં અને મહાનગરમાં ૩૭ વિધાનસભા સીટ ઉપર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવનાર મેરા બુથ સબ સે મજબૂત અંતર્ગત માર્ગદર્શન મેળવશે.

ભરત પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય યોજના મુજબ સમગ્ર ભારત દેશમાં આજે સાંજે ૬.૩૦ કલાકે દરેક બુથમાં કમલ જ્યોતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ રીતે ગુજરાતની ૧૬૨ નગરપાલિકોઓમાં એક જ સ્થાન ઉપર ૧૦૦ થી ૧૫૦ કમલ દિપ પ્રગટાવવામાં આવશે જયારે મહાનગરોમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક સ્થાન ઉપર ૧૫૦૦ જેટલા કમલ દિપ પ્રગટાવવામાં આવશે. જયારે ગુજરાતનાં ૪૧ જીલ્લા/મહાનગરોમાં આવેલ તમામ મંડલોના બુથમાં આજ સમયે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના ઘરે તેમજ કાર્યકર્તાઓના ઘરે કમલ દિપ પ્રગટાવવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

ગુજરાત ભાજપ પ્રદેશ લોકસભા પ્રભારી ઓમજી માથુર તારીખ ૨૬ ફેબ્રુઆરી થી ૦૧ માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે આવેલ છે.

તારીખ ૧૫ થી ૨૦ ફેબ્રુઆરી સુધીમાં દરેક જીલ્લામાં શક્તિકેન્દ્રના વિસ્તારકો માટે અભ્યાસ વર્ગો પૂર્ણ થયાં છે. તેમજ હવે, તારીખ ૨૧ થી ૨૫ ફેબ્રુ સુધીમાં ગુજરાતના ૯૫૦૦ શક્તિકેન્દ્રો ઉપર ભાજપના ૧૦,૦૦૦થી પણ વધુ કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે કામગીરી કરી રહ્યાં છે અને હવે ૨૬ ફેબ્રુઆરીથી ગુજરાતના ૫૦,૦૦૦ બુથમાં ૫૦,૦૦૦ કાર્યકર્તાઓ ભાજપની નીતિ અને સરકારી યોજનાઓનો પ્રચાર-પ્રસાર કરશે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.