Abtak Media Google News

નિવૃત કર્મચારીનું પેન્સન બીલ મંજુર કરવા રૂ.૨ હજારની લાંચ લેતા જુનિયર કલાર્ક અને કાર્યપાલક ઇજનેર ઝડપાયા’તા

ધ્રાંગધ્રાં ખાતે આવેલી સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટ્ર બ્રાન્ચના કાર્યપાલક ઇજનેર અને જુનિયર કલાર્ક રૂ.૨ હજારની લાંચના ગુનામાં એસીબી સ્ટાફે ઝડપી લીધા બાદ કાર્યપાલક ઈજનેરના મકાનમાં એસીબી સ્ટાફે કરેલી જડતી દરમિયાન રૂ.૪૬.૨૦ લાખ રોકડા મળી આવ્યા છે.

નર્મદા નિગમ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલના નિવૃત કર્મચારીના હક રજા અને સાતમાં પગાર પંચ મુજબ પેન્સનનું બીલ પાસ કરવાના બદલામા રૂા.૩૦૦૦ની લાંચ લીધા બાદ કાર્યપાલક ઇજનેર મહેશ ધનજી પટેલ અને જૂનિયર કલાર્ક પ્રતિક જગુ રાઠવાની રૂ.૨ હજારની લાંચ લેતા રાજકોટ એસીબીના મદદનીશ નિયમક એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ પી.આઇ. સી.જે.સુરેજા સહિતના સ્ટાફે સુરેન્દ્રનગર ખાતે લાંચનું છટકુ હોઠવી બંનેને ઝડપી લીધા હતા.

લાંચના ગુનામાં ઝડપાયેલા કાર્યપાલક ઇજનેર મહેશ પટેલના ચીખલી નજીકના સારવાણી ગામે સુરત એસીબીના પી.આઇ. બી.કે.વનાર સહિતના સ્ટાફે મકાનની જડતી લેતા તેના મકાનમાંથી રૂ.૪૨.૪૫ લાખ રોકડા અને ધ્રાંગધ્રાં ખાતેની ફેન્ડર્સ સોસાયટીમાંથી રૂ.૩.૪૪ લાખ રોકડા તેમજ તેની અંગ જડતી દરમિયાન રૂ.૩૧ હજાર રોકડા મળી આવતા એસીબી સ્ટાફે રૂ.૪૬.૨૦ લાખની અપ્રમાણસર રોકડ ગણીને કબ્જે કરી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.