Abtak Media Google News

સોશિયલ સિક્યોરીટી કવચથી કામ કરવાની શૈલીમાં પારદર્શકતા સાથે કામદારોને વિવિધ જોખમો સામે રક્ષણ મળશે

દેશના ૪૫ કરોડ કામદારોને સોશ્યલ સિકયુરીટીનું કવચ પુરુ પાડવામાં આવશે. આ સોશ્યલ સિકયુરીટીના કવચ દ્વારા કામગીરી દરમિયાન થતા બગાડને અટકાવી શકાશે તેમજ કામ કરવાની પઘ્ધતિમાં પારદર્શકતાની સાથે તમામ જોખમોની સામે રક્ષણ પણ મળશે.

તમામ ૪૫ કરોડ કામદારોને આ કવચ અંતર્ગત મૃત્યુ અથવા રોજગારી મેળવવાની અક્ષમતાના સંજોગો સામે રક્ષણ આપશે. ઉપરાંત આવકની નુકસાનીની ભરપાઈ કરશે. માંદગી અથવા મેડીકલ બીલની ચુકવણી કરશે. આમ, સરકાર આ સોશ્યલ સિકયુરીટીના કવચ દ્વારા દેશના ગરીબ મજુરોની તમામ જીવનજ‚રીયાત માંગને સંતોષશે. આ કવચ લેબર મિનિસ્ટ્રી (મજુર સંઘ મંત્રાલય) દ્વારા પુરુ પાડવાના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે.

આ સોશ્યલ સિકયુરીટી કવચ હેઠળ ગરીબી રેખા નીચે આવતા લોકોને આવરી લેવાશે. સરકારે સોશ્યલ સિકયુરીટીમાં ફાળો આપવોએ ફરજીયાત ગણાવ્યું છે. કામદારોની બાદ કરેલી રકમ તેમની આવક કરતા ઓછી હશે. આવક સ્લેબ અનુસાર, અલગ-અલગ દર લાગુ પાડવામાં આવશે.

હાલમાં આવકના ૨૫ ટકા પ્રોવિડન્ટ ફંડ માટે બાદ થાય છે. જયારે ૬ ટકા ઈન્સ્યોરન્સ માટે બાદ થાય છે. એમ કુલ મળીને ૩૦ ટકા કરતા વધારે આવકનો ભાગ બાદ કરવામાં આવે છે. એક અધિકારીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, ઓછી આવક ધરાવતા લોકો માટે બાદ થતી રકમનો દર પણ નીચો રાખવામાં આવશે. જયારે ફીકસ આવક ધરાવતા લોકો માટે જુના દરો જ લાગુ પડાશે.

દર વર્ષે દેશના વર્કફોર્સમાં ૧ કરોડ લોકોનો ઉમેરો થાય છે. જેમાંથી મોટાભાગના કામદારો ઓછી આવકથી અસંતોષિત રહે છે. લેબર મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી પોલીસી સોશ્યલ સીકયુરીટી કોડનો એક ભાગ છે. આ સ્કીમ દ્વારા ગરીબ કામદારોને ઘણીખરી સલામતીઓ મળી રહેશે. આવકનો અમુક હિસ્સો બાદ થશે જે તેમના પ્રોવિડન્ટ ફંડ અને ઈન્સ્યોરન્સ તરીકે જમા થશે. ગરીબ વર્ગના માંદગી દરમિયાન થતા મેડિકલ ખર્ચાઓ, માંદગી અથવા મૃત્યુના કેસમાં થતી મુશ્કેલીઓ અને અન્ય નુકસાનીઓ સામે આ કવચથી રક્ષણ મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.