Abtak Media Google News

આ રીતે નાણા એકત્ર કરવાનું કારણ કમિશન લઈને નોટો બદલી આપવાનું હોઈ શકે: ચેન્નઈ પોલીસ

:ચેન્નઈના ઝાકરીયાહના કોડમબકકમ ખાતેથી ગઈકાલે પોલીસે ૪૫ કરોડની જુની ચલણી નોટો સીઝ કરી હતી. પોલીસની એક ટુકડીએ ડેપ્યુટી કમિશનરની આગેવાનીમાં ટી નગર સર્વનન અને કોડમબકકમ ઈન્સ્પેકટર સાથે ચીદ્દીબાબુની શોપ પર પોલીસના આધારભૂત સુત્રોના આધારે મળેલ માહિતી બાદ દરોડા પાડયા હતા. જયાં તેમને ચાર થેલા ભરેલી ૫૦૦ અને ૧૦૦૦ ‚ા.ની જુની ચલણી નોટો મળી આવી હતી.

આ શોપમાં માલિક ધંડાપાનિને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે તે પોંડીબજાર અને પઠાતા ગિલાની દ્વારા અપાયેલા નાણા હતા જે તેમણે દરજીની શોપમાંથી હસ્તગત કર્યા હતા. પોલીસને શંકા છે કે આ દરજી કમિશન લઈને નોટ બદલી આપનાર એજન્ટ હોય શકે છે. આ નાણા ભવિષ્યમાં બદલી આપવા માટે એકત્ર કરાયા હશે. પોલીસે આ અંગે આરબીઆઈને રીપોર્ટ સહિત નાણા સુપ્રત કર્યા હતા. પોલીસ સુત્રો જણાવે છે કે નાણાને આઈટી ડીપાર્ટમેન્ટને જમા કરાશે.

૮ નવેમ્બરમાં ડીમોનેટાઈઝેશન જાહેર થયા બાદ ચેન્નઈ સહિત અન્ય વેપારીઓ તથા મોટા માથાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બરોન શેખર રેડ્ડી તેમજ તેની અન્ય બે પેઢીઓમાંથી ગત ડીસેમ્બરમાં મોટાપાયે નાણા જપ્ત કરાયા હતા. ચેન્નઈમાં સમગ્ર માર્ચ માસમાં આ રીતે આઈટી ડીપાર્ટમેન્ટ દ્વારા આ રીતે સીઝ કરીને ‚ા.૧૩૦.૫ કરોડ જુની ચલણી નોટો તેમજ ૧૭૭ કિલો સોનું સહિત ‚ા.૫૦.૫ કરોડ જેટલા અન્ય નાણા જપ્ત કરવામાં આવ્યા હતા.

ચેન્નઈ પોલીસ દ્વારા જુની ચલણી નોટોનો આંક ૧.૦૨ કરોડ ‚પિયા અને ૩.૪૫ કરોડ ‚ા. અન્ય બે બનાવોમાં લોકો પાસેથી જપ્ત કરવામાં આવ્યા હતા કે જેને ભવિષ્યમાં કમિશન લઈને બદલી આપવામાં આવનાર હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.