ધો.૧૨ સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષાનું ૪૩.૩૭ ટકા પરિણામ

૧,૨૨,૨૪૫ વિદ્યાર્થીઓમાંથી ૧,૦૩,૬૪૯ પરીક્ષા આપી હતી જેમાંથી ૪૪,૯૪૮ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એચ.એસ.સી. પરીક્ષા સપ્ટેમ્બર પુરક-૨૦૨૦ સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ બોર્ડની ઓફિશીયલ વેબસાઈટ પર સવારે ૯ કલાકે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા રાજયનાં જિલ્લા મથકો ઉપર લેવામાં આવી હતી જેમાં ચાલુ વર્ષે સામાન્ય પુરક પરીક્ષાનું ૪૩.૩૭ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માસે લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયુ છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ ૪૩.૩૭% આવ્યુ છે.ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા ગુજરાતભરમાંથી ૧,૦૩,૬૪૯ પરીક્ષાર્થીઓએ આપી હતી. જેમાં માત્ર ૪૪,૯૪૮ છાત્રો પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થાય છે. ૪૪,૯૪૮ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓનું પરીણામ વધુ આવ્યુ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉચ્ચત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું પરિણામ ૭૬.૨૯ ટકા જાહેર કરાયું હતું, જે ગત વર્ષના ૭૩.૨૭ ટકા કરતાં ૩.૦૨ ટકા વધુ આવ્યું હતું. ચાલુ વર્ષે ૩,૭૧,૭૭૧ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૨,૮૩,૬૨૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બનાસકાંઠાનું સોની કેન્દ્ર ૯૭.૭૬ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. ગત વર્ષે અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું સૌથી વધુ ૯૫.૬૬ ટકા પરિણામ હતુ.