Abtak Media Google News

કેશોદ તાલુકાના બળોદર પ્રાથમિક શાળા મુકામે સરકારની ઉજજવલા દિવસ ઉજવણી નિમિતે ગોપાલ ક્રિશ્ર્ના ગેસ એજન્સી દ્વારા ઉજજવલા દિવસ ઉજવણી કાર્યક્રમ યોજવામા આવ્યા હતો. આમંત્રીત મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ તેમજ આમંત્રીત મહેમાનો તથા ગેસ એજન્સીના સંચાલક દ્વારા ગેસ કનેકશન બચત કરી વાપરવા આગ્રહ કરવા તથા ગેસ કનેકશનના વપરાશ અંગે સાવધાની સાવચેતી તથા જ‚રી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. કેશોદ તાલુકાન ૧૪ ગામોનાં સડસાંઈઠ ગેસ કનેકશનોની માંગણી કરવામા આવેલ હતી જેમાંથી બેતાલીસ કનેકશનો હાલમાં મંજૂર થતા બળોદર સરપંચ તાલુકા વિકાસ અધિકારી તલાટી મંત્રી તથા આમંત્રીત મેમાનોની ઉપસ્થિતિમાં ફ્રીમાં બેતાલીસ ગેસ કનેકશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.