Abtak Media Google News

ચીન અને પાક.ની બોર્ડર પર તૈનાત સૈનિકોની ક્ષમતા વધારવાનો પ્રયાસ

દુશ્મનો સામે રક્ષણ અપાવતી ભારતીય સૈના માટે ડિફેન્સ મિનિસ્ટરે બુધવારે આશરે રૂ.૯,૪૩૫ કરોડના ભંડોળમાંથી ૪૧ હજાર લાઈટ મશીન ગન અને ૩.૫ લાખ ક્રાર્બાઈન્સ ખરીદવાની મંજુરી આપી છે. કાર્બાઈન્સનો ઉપયોગ ચીન અને પાક.ની બોર્ડર પર તૈનાત સૈનિકો દ્વારા કરવામાં આવશે. સુરક્ષા સૈનાનીઓના શસ્ત્રોના મેકઓવર માટે ડિફેન્સ મિનિસ્ટરે આ એક મોટો નિર્ણય લીધો છે. ૪૧ હજાર એલએમજી માટે રૂ.૩ હજાર કરોડનો ખર્ચ થશે તો અને ૩.૫ લાખ કાર્બાઈન્સ માટે રૂ.૪૬૦૯ કરોડની ફાળવણી કરવામાં આવશે.

આ ઉપરાંત મીનીસ્ટ્રીએ મહત્વપૂર્ણ ફૈસલો આપ્યો હતો કે સરકાર સૈનિકોને સોંપાયેલા ખાનગી શસ્ત્રોમાં પણ સુધારા કરશે. કારણકે સૈનિકો માટે તાત્કાલિક આ ઓપરેશન કરવું જરૂરી છે. તેથી ભારતને વધુ સક્ષમ સુરક્ષિત બનાવી શકાય જોકે ફેબ્રુઆરી ૧૩ના રોજ સરકારે ૭.૪૦ લાખ એસલ્ટ રાયફલ, ૫,૭૧૯ સ્નીયર રાયફલ અને લાઈટ મશીન ગન ખરીદવાની પરવાનગી આપી હતી.

કુલ હથિયારોમાં ૭૫ ટકા સુધીના ભારતીય ઈન્ડસ્ટ્રીમાં બનેલા છે. ડિફેન્સ મિનિસ્ટર સીથારામને ઉચ્ચ ક્ષમતા ધરાવતા રેડિયોની સુવિધા સૈનિકોને ઉપલબ્ધ કરાવવા રૂ.૧,૦૭૨ કરોડના ખર્ચે જોગવાઈ કરી હતી. જેથી ભારતીય જવાનો સુરક્ષિત રહે અને દેશની સુરક્ષા જાણવી રાખે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.