સાત-સ્થળે જુગટુ ખેલતા ૪૧ શકુની ઝડપાયા

રામનગર, ભીચરી, ગીતાજલી સોસાયટી, ગીતાનગર, રાજનગર અને ગાંધીગ્રામમાં દરોડાથી જુગારીઓમાં ફફડાટ: રૂ.૧.૬૭ લાખની રોકડ કબ્જે

શ્રાવણ માસ અને એમાય સાતમ-આઠમ એટલે જાણે જુગારની મૌસમ ખીલી હોય ત્યારે પોલીસે રામનગર, ભીચરીગામે, ગીતાંજલી, સોસાયટી નજીક, રામનગર ચોક નજીક, ગાંધીગ્રામ, કાલાવડ રોડ નજીક આસોપાલવ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં જુગાર રમતા ૪૧ પતાપ્રેમીઓને રૂ.૧,૬૭ લાખની રોકડ સાથે ઝડપી લીધા છે.

પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, શહેરની કોઠારીયા ચોકડી નજીક, રામનગર શેરી નં.૧માં રહેતો ભરત રામજીભાઇ પટેલ નામનો શખ્સ તેના મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળતા રામનગરમાં ભરતના મકાનમાં દરોડો પાડી, જુગાર રમતો મકાન માલિક ભરત પટેલ, ભાવેશ ગોપાલભાઇ સરધારા અને જીજ્ઞેશ, પ્રભુદાસ કાગદરા સહિત સાત શખ્સોને રૂ.૭૮,૬૦૦ની રોકડ સાથે ક્રાઇમબ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા સહિતના સ્ટાફ ઝડપી લીધા છે.

બીજો દરોડો જુના માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલા ભીચરી ગામમાં કુવાડવા રોડ પોલીસે પાડી જુગાર ખેલતા, ઉકા સામતભાઇ ઝાપડા, કરશન મશરૂભાઇ મુંધવા, રમેશ કાબુભાઇ મુંધવા સહિત છ પતાપ્રેમીને રૂ.૨૪,૪૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

જયારે જુગારનો ત્રીજો દરોડો માલવિયા નગર પોલીસે ગોકુલધામ સોસાયટીની બાજુ ગીતાજંલી સોસાયટી શેરી નં.૬ માધવ કોમ્પલેક્ષ વાળી શેરીમાં જાહેરમાં જુગરું રમતા લાલજીભાઇ ખોડાભાઇ ગોવીંદીયા, લલીતભાઇ મોહનભાઇ મકવાણા અને સવજીભાઇ જેરામભાઇ મેર નામના શખ્સોને રૂ.૧૪,૩૫૦ની રોકડ સાથે ગીતાનગર શેરી નં.૭ પી એન્ડ ટી કોલોની સામે ગોંડલ રોડ શ્રી નાથજી કુપામાં રહેતા અરૂણલાલ નંદલાલ તન્નાના મકાનમાં પાડી જુગાર ખેલતા અરૂણલાલ સહિત વિજય રતીલાલ પુજારા, જપદીપ બાબર, સહિત આઠ પતાપ્રેમીને રૂ.૨૨,૩૮૦ની રોકડ સાથે તેમ જ રામનગર સોસાયટી શેરી નં.૧ દરિયા ફલોર મીલ સામે રાજનગર ચોકમાં જુગાર ખેલતા હીતેશ અરવિંદભાઇ પરમાર, ભરત હસુભાઇ જાળીયા અને અનીલકુમાર નણજીભાઇ વોરાને રૂ.સાત હજારની રોકડ સાથે માલવીયા નગર પોલીસે ઝડપી લીધા છે.ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામમાં આવેલા જીવંતીકાનગર શેરી નં.૧/૩માં આવેલા ‘માતૃકૃપા’ નામના મકાનમા પાડી જુગાર રમતા શરદ ચંદ્રકાંત જીવરામની, દર્શન શરદભાઇ જીવરામની, હિમાંશુ શરદ જીવરામની, પરેશ ભરતભાઇ ગુજર, દીવ્યેશ જીતેન્દ્રભાઇ આશર, રોહિત નટવટભાઇ વેગડા, કીરીટ દિલીપભાઇ સોલંકી અને યશ બીપીનભાઇ ભૂવા નામના શખ્સને રૂ.૧૨,૮૦૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. જયારે રાજકોટ તાલુકા પોલીસે કાલાવાડ રોડ નજીક આસોપાલવ એપાર્ટમેન્ટના પાર્કીગમાં જુગાર ખેલતા પેરૂ હબીબભાઇ હાલાણી, નીયાઝ હાલાણી, પીન્ટુ અલીભાઇ વઢવાણીયા સહિત સાત પતાપ્રેમીને રૂ.૭,૬૨૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

Loading...