Abtak Media Google News

ડો.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આયોજિત કેમ્પમાં નિદાન ,સારવાર સાથે દર્દીઓને વિનામૂલ્યે દવા પણ અપાઈ 

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર સ્વ.ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં મોરબીમા આજરોજ ડો.પ્રશાંત મેરજા ફાઉન્ડેશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સયુંકત ઉપક્રમે  સર્વ રોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. જેનો ૪૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં  દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી.
ડો. પ્રશાંત મેરજા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૯ વર્ષ થી મોરબીના જુદા જુદા વિસ્તારોમાં  જરૂરિયાતમંદ દર્દીઓને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી સુવિધાઓ મળી રહે તે હેતુથી નિદાન અને સારવાર કેમ્પો યોજવામાં આવી રહ્યા છે. મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના પુત્ર ડો. પ્રશાંત મેરજાનુ ૨૩ વર્ષની વયે કાર અકસ્માતમાં નિધન થતા તેનોની સ્મૃતિમાં સેવકાર્યો કરવામાં આવી રહ્યા છે.
ડો. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં આજરોજ  કંડલા બાયપાસ, વાવડી ચોકડી, અતુલ મોટર પાસે, ક્રિષ્ના હોલમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, મોરબીના જાણીતા તબીબો દ્વારા વિનામૂલ્યે નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. આ સાથે દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામા આવી હતી. આ તકે માતૃશ્રી વજીબેન અમરશીભાઈ મેરજાને શ્રદ્ધાસુમન અર્પણ કરી બીજી પુણ્યતિથિએ અંજલિ અપાઈ હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.