Abtak Media Google News

રડારમાં ન આવતી અને જમીન હવા તેમજ સમુદ્રમાંથી છોડી શકાય તેવી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ નું સુખોઇમાંથી સફળ પરીક્ષણ

દુશ્મન દેશો સામે સ્વરક્ષણ મેળવવા ભારત સજજ થયું છે. તેમાં પણ જમીન, હવા, અને સમુદ્રમાંથી છોડી શકાય તેવા સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ધરાવતો ભારત પ્રથમ દેશ બન્યો છે જણાવી દઇએ છે કે ભારતે રામબાણ સમાજ હ્મમોસ મિસાઇલનું પ્રથમવાર સુખોઇમાંથી સફળ પરીક્ષણ કર્યુ છે. જે ૪૦૦ કી.મી.થી દુશ્મનોના જહાજનો નાશ કરવા સજજ છે. ભારતે આ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ભારતીય વાયુસેના દ્વારા વિશ્ર્વના સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ હ્મમોસનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભયાનક અને ઝડપ ધરાવતા સુખોઇ ૩૦ એમકેટી યુઘ્ધ વિમાન પરથી કરવામાં આવ્યું હતું. આથી ભારત સમગ્ર દુનિયામાં હવે જમીન, હવા અને સમુદ્રમાંથી છોડી શકાય તેવી સુપર સોનિક ક્રુઝ મિસાઇલ ધરાવતો પ્રથમ દેશ બન્યો છે. આ મોટી સફળતા માટે ભારતના સરક્ષણ પ્રધાન નિર્માલા સીતારામને ડીઆરડીઓના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

૪૦૦ કીલોમીટરની દુરથી પણ આ હ્મમોસ મિસાઇલ દુશ્મનોના જહાજોને માત્ર મીનીટોમાં નાશ કરી શકવા સક્ષમ છે. આ હ્મમોસ મિસાઇલ રશિયાના સહયોગથી તૈયાર કરાઇ છે. જે અવાજની ઝડપ કરતાં પણ ૨.૮ ગણી વધુ ઝડપ ધરાવે છે. તેમાં પણ રસપ્રદ અને મહત્વની બાબતએ છે કે આ મિસાઇલ રડારમાં પકડાતી નથી. અને તેનું નામ ભારતની બ્રહ્મપુત્રો અને રશિયાની મસ્કવા નદીનું મીશ્રણ કરીને હ્મમોસ પાડવામાં આવ્યું છે. આ હ્મમોસનું વજન ૨.૯ ટન છે. અને તે સૌથી વધુ વજન ધરાવતું હથિયાર છે.

આ મિશન સફળ થવા અંગે જણાવીએ તો સરક્ષણ મંત્રાલય દ્વારા સુપરસોનિક ક્રુઝ મિસાઇલ હ્મમોસની સફળ પરીક્ષણની પુષ્ટિ કરાઇ હતી. મિસાઇલને સુખોઇ-૩૦ એમકેટી તથા એસયુ.-૩૦ વિમાન દ્વારા ફયુઝલેસ કરીને છોડાઇ હતી અને અછી ટન કરતા વધુ વજન ધરાવતી આ મિસાઇલને હથિયારો લઇ જવા માટે સક્ષમ બનાવવામાં આવેલ એસયુ-૩૦ વિમાન પર લઇ જવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.