Abtak Media Google News

કોરોનાની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં અત્યાર સુધીમાં વિદેશથી મૂળ ભારતના વતની એવા ૭૦ જેટલા વિદ્યાર્થીઓ-નાગરિકો મોરબી જિલ્લામાં આવ્યા છે.જેમાંથી હાલ ૫૦ લોકો ક્વોરન્ટાઇન છે અને ૨૦ લોકો ક્વોરન્ટાઇનમાંથી મુક્ત થયા છે. જેમાં ફિલિપાઈન્સથી આવેલા ૧૪ યુકેથી આવેલા ૩ અને યુએસએથી આવેલા ૩ મળીને કુલ ૨૦ લોકોએ ક્વોરન્ટાઇન પિરિયડ પૂરો કર્યો છે.બાકીના ૫૦ લોકો જે ક્વોરન્ટાઇન છે.એમાં ૩૩ લોકો મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ આર્દશ વિધાલય ખાતે અને ૧૭ લોકો વૈભવ હોટલમાં પેઇડ ક્વોરન્ટાઇન છે.આ ૫૦.લોકોમાં ફિલિપાઈન્સથી ૨૬ ,સીંગાપોરથી ૧ , રશિયાથી ૧૦ સહિતના વિધાર્થીઓ અને નાગરિકોનો સમાવેશ થાય છે.આ તમામ.લોકો મૂળ ભારતના વતની અને રાજકોટ,સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના આજુબાજુના છે.હાલ ૫૦ વિદેશથી આવેલા લોકો ક્વોરન્ટાઇનમાં છે અને તેમને તમામ.પ્રકારની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે.જેનું સુપરવિઝન જીપીસીબીના અધિકારી કાપડિયા કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.