Abtak Media Google News

સમગ્ર વિશ્વ ધીમે ધીમે ઓબેસિટીના ભરડાંમાં આવી રહ્યું છે. આવા સમયે ચાઈલ્ડ ઓબેસિટી પણ મહત્ત્વનો પ્રશ્ન બન્યો છે. ઈંગ્લેન્ડના સંશોધકોએ જણાવ્યું કે વિશ્વના ૪૦ ટકા બાળકોને સ્થૂળતા તેમના માતા-પિતા પાસેથી વારસામાં મળે છે. ભારતના નિષ્ણાતો પણ આ સંશોધન સાથે સહમત થાય છે. આપણા ત્યાં પરિસ્થિતિ કઈક આવી જ છે. ભારતમાં લગભગ ત્રણ કરોડ લોકો સ્થૂળતાની તકલીફથી પીડાય છે. અભ્યાસ પ્રમાણે અમેરિકા અને ઈંગ્લેન્ડ વિશ્વના સૌથી સ્થૂળ દેશ છે. જ્યારે ચીન અને ઈન્ડોનેશિયા છેલ્લા ક્રમાકે આવે છે. ૪૦ ટકા બાળકોમાં સ્થૂળતાના જનીન જોવા મળ્યા જે તેમને માતા-પિતા તરફથી વારસામાં મળ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.