Abtak Media Google News

ભારતના ૪૦ લાખથી વધુ લોકોએ ફેસબુક પર બ્લડ ડોનર્સ તરીકે નોંધણી કરાવી છે અને બ્લડ ડોનેટ કરવાના પ્રણ લીધા છે. જે વિશ્વના કોઇપણ દેશમાં સૌથી વધુ છે તેવી જાહેરાત ફેસબૂકે કરી છે.

ન્યૂયોર્કમાં એક સમારોહમાં ફેસબુકે જણાવ્યું હતું કે તે આગામી વર્ષના શરૂઆતમાં બાંગ્લાદેશમાં પણ બ્લડ ડોનેશન ફીચર શરૂ કરશે. તેણે બ્લડની જરૂરિયાત ધરાવતા લોકોની મદદ માટે નવા પગલાં અને પહેલ શરૂ કરી છે.  ફેસબુકે ઓક્ટોબરમાં બ્લડ ડોનેશનના નવા ફીચરની ભારતથી જ શરૂઆત કરી હતી. તેમાં સરળતાપૂર્વકરીતે બ્લડ ડોનેટ કરી શકાય તેવી વ્યવસ્થા છે. ફેસબુકના વાઇસ પ્રેસીડેન્ડ નાઓમી ગ્લીટે જણાવ્યું હતું કે ’ભારતમાં બ્લડ ડોનેશન માટે ૪૦ લાખથી વધુ દાતાઓએ નોંધણી કરાવી છે.

હોસ્પિટલો, બ્લડ બેન્કો અને નોન-પ્રોફિટ્સ અંગેની સંસ્થાઓ ફેસબુક પર સ્વૈચ્છિકરીતે બ્લડ ડોનેશન કેમ્પો યોજી શકે છે. નજીકના દાતાઓને લોહી આપવાની તક મળે તે અંગે તેમને જાણ કરવામાં આવશે.’ ઉલ્લેખનીય છે કે ભારતમાં ફેસબુકના વપરાશકર્તાઓનો આંકડો ૨.૪ કરોડને પાર કરી ગયો છે. સપ્ટેમ્બરમાં ફેસબુક પાસે ૧.૩૭ અબજ જેટલા દૈનિક અને ૨.૦૭ અબજ જેટલા માસિક સક્રિય વપરાશકારો હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.