શું તમે ઘીના આ ફાયદા વિષે જાણો છો???

220
ghee | health tips | life style
ghee | health tips | life style

આપના વડીલો આપણને હમેશા ઘી ખાવા માટે કહેતા હોય છે. પરંતુ આજકાલ ની જનરેશન આવું કઈ ખાવામાં માનતી નથી. પરંતુ હવે વેજ્ઞાનિકોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે ઘી ખાવામાં જ નથી પરતું તે સ્વાસ્થ્ય માટે પણ ઘણું લાભદાયી છે. ઘીને શ્ચિ માત્રમાં તમારા ડાયટમાં સામેલ કરો તો તે તમારી હેલ્થ માટે પણ લાભદાયી છે. ઘી ખાવાથી ઇમ્યુનિટી તો વાઘે જ છે પરંતુ તે તમારા વજન ને ઓછું કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તો ચાલો જાણીએ ઘીના ફાયદાઓ વિષે..

1-વજન ઓછું કરવામાં થાય છે મદદરૂપ

ઓલિવ ઓયલ  અને નારિયેળના તેલની જેમ જ ઘીમાં હેલ્ધી ફેટ હોય છે. જેનાથી તમને ખરાબ ફેટ ભગાડવા અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. સેલિબ્રિટિ ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દ્રીવેકરના પ્રમાણે ઘીમાં  એમીનો એસિડ હોય છે જે જમા થયેલા ફેટને ઓછું કરવામાં મદદ કરે છે. જો તમને લાગતું હોય કે તમારા શરીરમાં ફેટ જલ્દી જમા થઈ જાય છે તો તમે તમારી ડાયટમાં ઘીને શામિલ કરી શકો છો.

2 ભરપૂર એનર્જી

શું તમે જાણો છો કે તમારી ડાયટમાં જે કાર્બ તમે ખાવ છો તેની તુલનામા ઘી એક ઉર્જાનો બહેતરીન સ્ત્રોત છે. ઘીમાં મીડિયમ-ચેન-ફેટી એસિડ હોય છે. જેને લીવર સીધું શોષી લે છે અને જલ્દી જ બર્ન પણ કરી દે છે.

3- કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયદેમંદ

ઘી બટરીક એસિડથી ભરપૂર હોય છે. જેના ઘણા ફાયદાઑ છે. આપણું શરીર બટરિક એસિડ બદલવાનું કામ કરે છે. એવામાં જો તમે તમારી ડાયટમાં ઘી શામિલ કરો છો તો તેનાથી શરીરનું કામ આસન થઈ જાય છે. ઘીમાં રહેલા બટરિક એસિડ ફાઈબરને એનર્જીમાં બદલે છે. જેનાથી આતરડાની દીવાલ મજબૂત બને છે. બટરિક એસિડ પાચન તંત્રને હેલ્ધી બનાવે છે. ઘીમાં ઘણા એવા તત્વ રહેલા હોય છે જે તમારી બોડીમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે.

4- શરીરને ફ્લેકસિબલ બનાવે છે

પેહલાના સમયમાં સાધુ-સંતો અને યોગી પોતાનું ભોજન ઘીમાં જ બનાવે છે. ઘી સાંધામાં રહેલું લિક્વિડને ઓછું થવા નથી દેતું. સાંધમાં લિક્વિડ હોવાથી તેમાં દર્દ થતું નથી. યોગ કરવાવાળા લોકો વઘુ ઘી ખાય છે જેથી શરીરમાં ફ્લેકસીબીલીટી બની રહે.

Loading...