Abtak Media Google News

ધોરાજી નાં ભૂખી ચોકડી આગળ અને રોયલ ગલસઁ સ્કૂલ સંકુલ પાસે ઉપલેટા રોડ પર જીપ અને છોટા હાથી ટેમ્પો વચ્ચે સર્જાયો હતો જેમાં છોટા હાથી ટેમ્પો માં બેસેલા ઓ વિરપુર થી ભાયાવદર તરફ જતી વેળાએ ધોરાજી નાં ઉપલેટા રોડ પર અકસ્માત સર્જાયો હતો  જ્યારે જેમાં થી બે લોકો ને ગંભીર ઈજા હોય તેઑ ને જુનાગઢ ખસેડાયા હતા આ અકસ્માત માં ચંદુભાઈ સોલંકી તથા રમેશભાઈ સોલંકી ને જુનાગઢ ખસેડાયા હતા તો જીવાભાઈ સોલંકી તથા મગનભાઈ સોલંકી ને ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને અકસ્માત ની વધું તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે

ધોરાજી  નજીક ઉપલેટા રોડ પર માલવાહક છોટાહાથી ટેમ્પો અને બોલેરો જીપ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ટેમ્પોમાં સવાર ૪ વ્યક્તિઓને ઈજા થવાં પામી હતી.અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત ધોરાજી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમાં ૨ વ્યક્તિઓની હાલત ગંભીર જણાતાં તેમને પ્રાથમિક સારવાર આપી વધું સારવાર અર્થે ગંભીર હાલતમાં જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતાં.ત્યારે આ અકસ્માતનો ભોગ બનેલ તમામ વ્યક્તિઓ ઉપલેટાના ભાયાવદર અને જૂનાગઢના હોવાની સાથે વિરપુરમાં ભરાતી ગુજરી બજારમાં માલનું વહેંચાણ કરીને પરત પોતાના ઘરે જતાં હતાં એ વેળાએ અકસ્માત સર્જાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી…

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.