Abtak Media Google News

જસદણ બેઠક સિવાયની મતદારયાદી પ્રસિઘ્ધ, કુલ ૧૮.૮૧ લાખ મતદાર: ૫ માર્ચે જસદણની મતદારયાદીની પ્રસિઘ્ધી

લોકસભા ચુંટણી સંદર્ભે આજે રાજકોટ જિલ્લાની જસદણ બેઠક સિવાયની મતદારયાદીની પ્રસિઘ્ધી કરવામાં આવી છે. જેમાં કુલ ૧૮.૮૧ લાખ ઉમેદવારો દર્શાવાયા છે. મતદારયાદીમાં ૯.૭૮ લાખ પુરુષ તેમજ ૯.૦૨ લાખ મહિલાઓનો સમાવેશ થાય છે. છેલ્લા પાંચ મહિનામા મતદારયાદી સંક્ષિપ્ત સુધારણાના જે કાર્યક્રમો યોજાયા હતા તેમાં ૨૫,૫૩૨ મતદારો નવા ઉમેરવામાં આવ્યા હતા. જયારે રાજકોટ શહેરની ૪ બેઠકોમાં ૧૧૪૯૫૯૬ મતદારો નોંધાયા છે. છેલ્લા પાંચ મહિનામાં આ બેઠકોમાં ૧૬૭૮૮ મતદારો નવા ઉમેરાયા છે.

જિલ્લા ચુંટણી શાખા દ્વારા આજે રાજકોટ જિલ્લાની મતદારયાદીની પ્રસિઘ્ધી કરવામાં આવી છે. તાજેતરમાં જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી હોવાથી આ બેઠકની મતદારયાદી પ્રસિઘ્ધ કરવામાં આવી નથી. હાલ જસદણ વિધાનસભા બેઠક વિસ્તારમાં સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે જે પૂર્ણ થતા આગામી ૫ માર્ચના રોજ તેની મતદારયાદી પ્રસિઘ્ધ કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં કુલ ૧૮,૮૧,૨૦૦ મતદારો નોંધાયા છે. જેમાં ૬૮ રાજકોટ પૂર્વમાં ૨૬૭૩૬૯, ૬૯ રાજકોટ પશ્ચિમમાં ૩૨૪૪૮૮, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૨૪૫૫૫૫, ૭૧ રાજકોટ રૂરલમાં ૩૧૨૧૮૪, ૭૩ ગોંડલમાં ૨૧૬૪૫૧, ૭૪ જેતપુરમાં ૨૫૮૯૭૦, ૭૫ ધોરાજીમાં ૨૫૬૧૮૩ મતદારો નોંધાયા છે.

ગત તા.૩૧/૮/૧૮ના રોજ જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદારયાદી તૈયાર કરવામાં આવી હતી ત્યારબાદ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમો પછી પાંચ મહિના બાદ રાજકોટ જિલ્લામાં જસદણ બેઠક સિવાય ૨૫૫૩૨ મતદારો નવા ઉમેરાયા છે જેમાં ૬૮ રાજકોટ પૂર્વમાં ૪૩૭૯, ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં ૪૭૨૦, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૧૪૪૪, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૬૨૪૫, ૭૩ ગોંડલમાં ૨૨૧૭, ૭૪ જેતપુરમાં ૩૦૨૯ તેમજ ૭૫ ધોરાજીમાં ૩૪૯૮ નવા મતદારો ઉમેરાયા છે.

આજરોજ પ્રસિઘ્ધ થયેલી મતદારયાદીમાં ૬૮ રાજકોટ પૂર્વમાં ૧૪૧૪૨૫ પુરુષ, ૧૨૫૯૪૩ મહિલા, ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં ૧૬૫૨૩૭ પુરુષ, ૧૫૯૨૪૭ મહિલા, ૭૦ રાજકોટ દક્ષિણમાં ૧૨૬૪૩૫ પુરુષ, ૧૧૯૧૧૬ મહિલા, ૭૧ રાજકોટ ગ્રામ્યમાં ૧૬૪૩૭૫ પુરુષ, ૧૪૭૮૦૭ મહિલા, ૭૩ ગોંડલમાં ૧૧૨૨૯૦ પુરુષ, ૧૦૪૧૫૪ મહિલા, ૭૪ જેતપુરમાં ૧૩૫૮૮૯ પુરુષ, ૧૨૩૦૭૦ મહિલા, ૭૫ ધોરાજીમાં ૧૩૨૮૦૧ પુરુષ અને ૧૨૩૩૮૨ મહિલા મતદારો નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.