Abtak Media Google News

શરૂઆતના૩૦૦ નંગ મેડિકલ કોલેજમાં ડોનેટ કરાયા : નિધિ ચોટલીયા

અત્યારે કોરોનાનો કહેર સર્વત્ર પ્રસરી રહ્યો છે. આ વૈશ્ર્વિક મહામારી સામે લડવા જેટલા પણ શાસ્ત્ર મળે તે પણ ઓછા પડી રહ્યા છે. આ માહોલમાં રાજકોટમાં નીધીબેન ચોટલીયા અને તેની ટીમે ૩ડી પ્રિન્ટેડ ફેસશીલ્ડ બનાવ્યા છે.

નીધીબેન ચોટલીયાએ વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, ‘૩ડી પ્રિન્ટરની માંગ દેશ અને દુનિયામાં વધી રહી છે. તે નવી શોધો કરવા માટે, નવી પ્રોડકટ બનાવવા માટે, શૈક્ષણીક ક્ષેત્રમા ઉપરાંત અનેક ક્ષેત્રમાં કામમાં આવી શકે છે. હાલમાં ૩ડી પ્રિન્ટેડ ફેસશીલ્ડનો વપરાશ સમગ્ર ભારતમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. સાથોસાથ આ ૩ડી પ્રિન્ટેડ ફેસશીલ્ડ હાલમાં રાજકોટમાં પણ ઉપલબ્ધ બન્યા છે. રાજકોટમાં જ બનેલા પ્રથમ ૩૦૦ નંગ મેડીકલ કોલજનાં ડીન ડો. ગૌરવીબેન ધ્રુવને ડોનેટ કરાયા છે. હાલમાં અમો દરરોજનાં ૫૦ નંગ બનાવીએ છીએ અને અમારો પ્રયત્ન મોટા પાયે પ્રોડકશન કરવાનો પણ છે. જે પણ ટૂંક સમયમાં કાર્યરત થઇ જશે. આ ૩ડી પ્રિન્ટેડ ફેસશીલ્ડ ડોકટરો, મેડીકલ સ્ટાફ, પોલીસગણ અને સામાજીક કાર્યકરો માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.’

આ કાર્યને સફળતાપૂર્વક આગળ ધપાવવા માટે નીધીબેન ચોટલીયા (મો. ૯૭૧૨૯૭૮૧૫૦), ડો. જયભાઇ પંડયા, કુનાલભાઇ કક્કડ, વંદનભાઇ કામદાર, કુનાલભાઇ ગોસાઇ, કપીલભાઇ (નચીકેતા સ્ટેશનરી) જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.