Abtak Media Google News

૧લી ઓકટોબરી કેન્દ્રો શરૂ કરાશે

સરકાર દ્વારા સને-૨૦૧૯માં સુધારો કરીને ગુજરાત સ્ટેમ્પ અને પુરવઠા નિયમો-૧૯૮૭માં નિયમ-૮ (એ) નવો દાખલ કરીને તા.૦૧/૧૦/૧૯ થી લાયસન્સ સ્ટેમ્પ નોન-જ્યુડીશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ કરી શકશે નહિ તેવું ઠરાવેલ છે. આ માટે રાજકોટ શહેર અને જિલ્લામાં ૩૯ સ્થળોએ લોક સુવિધા માટે ઇ.સ્ટેમ્પીંગ સવલત ઉપલબ્ધ કરાશે.

તેમજ ઇ સ્ટેમ્પીંગ સુવિધાનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા ઇ- સ્ટેમ્પીંગ રૂલ્સ ૨૦૧૪ના નિયમો-૧૩ની જોગવાઇમાં સુધારો કરીને હવેથી શીડ્યુલ બેંકો, કેંન્દ્ર અને રાજ્ય સરકારના નિયંત્ર હેઠળની નાણાંકીય સંસ્થાઓ કે એકમો અને પોસ્ટ ઓફિસ ઉપરાંત લાયસન્સી સ્ટેમ્પ વેન્ડર, ચાર્ટડ એકાઉટન્ટ, કંપની સેક્રેટરી, બંદર/ પોર્ટ ખાતેના સી  એફ એજન્ટ, ઇ- ગવર્નસ પ્લાન હેઠળ કાર્યરત કોમન સવિર્સ સેન્ટર, આરબીઆઈ  રજીસ્ટર્ડ નોન બેકીંગ ફાઇનાન્સીયલ કંપની અને લાયસન્સી નોટરી અથવા રાજ્ય સરકારના પૂર્વ પરામર્શબાદ કોઇ વ્યક્તિ/ એજન્સી એસીસી તરીકે નિમણૂંક મેળવવા માંગતા હોય તો તેઓને નિયમ-૧૨ હેઠળ એસીસી તરીકે નિમણૂંક આપવા અંગે નક્કી કરવામાં આવેલ છે.

સરકાર દ્વારા ડીજીટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવાના અભિગમ અન્વયે પરંપરાગત ફીઝીકલ નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરના વેચાણ બંધ કરવાના કારણે જાહેર જનતાને સ્ટેમ્પ ડ્યુટી ચુકવવામાં/સ્ટેમ્પ મેળવવામાં કોઇ તકલીફ ન પડે તે માટે, ઇ સ્ટેમ્પીંગ રૂલ્સમાં તાજેતરમાં કરેલ સુધારા મુજબની યોગ્યતા ધરાવતી સંસ્થા/વ્યક્તિઓ બહોળા પ્રમાણમાં એસીસી તરીકે નિમણુંક મેળવવા અરજીઓ કરી શકશે. આ માટે રાજકોટ ખાતે સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડ, ઠે. પહેલો માળ સદગુરૂ કોમ્પલેક્ષ, તીરૂપતી પ્રેટ્રોલ પંપની સામે, કાલાવડ રોડ, રાજકોટનો સંપર્ક સાધવા આથી જણાવવામાં આવે છે. આ માટે હાલના લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરો, નોટીસ તથા સી.એ. સાથે મીટીંગ કરી તેમજ તાલુકા કક્ષાએ લાયસન્સી સ્ટેમ્પ વેન્ડરો, સબ- રજીસ્ટ્રરો, ઇ- સ્ટેમ્પીંગ સંલગ્ન સ્ટાફને વિડિયો કોન્ફરન્સીંગથી વિગતવાર જાણકારી આપેલ છે. તેમજ તેઓને એસીસી તરીકેની નિમણુંક વહેલામાં વહેલી તકે મેળવવા સમજુતી કરવામાં આવેલ છે. હાલમાં રાજકોટ જિલ્લામાં કુલ-૩૯ જગ્યાએ ઇ-સ્ટેમ્પિંગની સુવિધા ઉપલબ્ધ છે જેની યાદી નાગરિકોની જાણકારી સારૂ દરેક જનસેવા કેંદ્રો ઉપર લગાડવામાં આવેલ છે. આ કેંદ્રો ૧લી ઓક્ટોબરથી સવારે ૯ કલાકથી લોકોની જરૂરિયાત પુરી થાય ત્યાં સુધી સતત ચાલુ રહેનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.