નીટની પરીક્ષાના ૩૯ કેન્દ્રોને સેનીટાઈઝ કરાયા

કોર્પોરેશન દ્વારા કેન્દ્રો પર ફર્સ્ટ એઈડ બોક્સની વ્યવસ્થા,વિદ્યાર્થીઓની સંપૂર્ણ સંભાળ લેવામાં આવશે: મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ

કાલે રવિવારે યોજાનારી નિટ પરીક્ષાના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓને કોરોના ચેપ ન લાગે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તેવા આશય સાથે સંપૂર્ણ બાબતોની કાળજી લેવામાં આવશે, જેમાં પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થી માટે ફર્સ્ટ એડ બોક્સની વ્યવસ્થા દ્વારા કરવામાં આવી છે ઉપરાંત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પરીક્ષાના બે દિવસ પહેલા શહેરના કુલ ૩૯ પરીક્ષા કેન્દ્રને સેનીટાઈઝ કરી ડીસઈનફેક્ટ કરવામાં આવ્યા છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

મ્યુનિ. કમિશનર વધુ માહિતી આપતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની સંપૂર્ણ કાળજી રાખવામાં આવશે, પરીક્ષા કેન્દ્રોને પરીક્ષા પહેલાથી જ ડીસઈનફેક્ટ કરી આપવામાં આવ્યા છે. આવનાર વિદ્યાર્થીને ચેકઅપ કરવા માટે દરેક કેન્દ્ર ખાતે  ફર્સ્ટ એડ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જેવી બાબતોની પણ કાળજી રાખવામાં આવશે.  શહેરના ૩૯ કેન્દ્રોમાં શ્રી એ.વી.જસાણી વિદ્યામંદિર, મોદી સ્કુલ-ઈશ્વરીયા, શ્રી આત્મીય શિશુ મંદિર, કેન્દ્રીય વિદ્યાલય, દિલ્હી પબ્લિક સ્કુલ, ઇનોવેટીવ સ્કુલ-પડધરી, શ્રી જી. કે. ધોળકિયા, નિર્મલા કોન્વેન્ટ સ્કુલ, પ્રિન્સેસ સ્કુલ, હરીવંદના કોલેજ, અર્પિત ઈન્ટર. સ્કુલ, શ્રી જી. કે. ભરાડ-કસ્તુરબા ધામ, કે.કે.ધોળકિયા, સૌરાષ્ટ્ર યુનિ., શ્રી સરદાર પટેલ વિદ્યામંદિર, ગંગોત્રી ઈન્ટર. સ્કુલ, સર્વોદય સેક્ધડરી સ્કુલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ, ન્યુ એરા પબ્લિક સ્કુલ, એકેડેમિક હાઈટ્સ સ્કુલ, ધવલ સ્ત્રેડ વર્ક સ્કુલ, ઓમ શાંતિ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ, શ્રી ગ્રીન ફાર્મ સ્કુલ, ન્યુ એરા ગ્લોબલ સ્કુલ-કસ્તુરબા ધામ, બી. કે. મોદી ગવર્નમેન્ટ ફાર્મસી કોલેજ, ગવર્નમેન્ટ પોલીટેકનીક કોલેજ, સ્કુલ ઓફ ઇન્જી. આર. કે. યુનિ., સન સાઇન ગ્રુપ ઇન્સ્ટીટયુટ, આર. કે. યુનિ. કેમ્પસ, ક્રાઈસ્ટ કોલેજ, મારવાડી યુનિ., વી.વી.પી. એન્જી. કોલેજ, સંજયરાજ રાજ્યગુરુ કોલેજ, શ્રી લાભુભાઈ ત્રિવેદી ઇન્સ્ટીટયુટ, ધ રાજકુમાર કોલેજ, સદગુરુ મહિલા કોલેજ અને આત્મીય યુનિ. નો સમાવેશ થાય છે.

Loading...