Abtak Media Google News

વનોએ હંમેશા મનુષ્ય જીવનમાં એક મહત્વપૂર્ણ  ભાગ ભજવ્યો છે. વનો આપણને લાકડુ ધાંસચારોલ બળતણ તેમજ અન્ય ગૌણ પેદાશો પૂરી પાડે છે. તેમજ જમીનનું ધોવાણ અટકાવે છે. પુર ને નિયંત્રિત કરે છે નદીઓ તેમજ આજુબાજુના વિસ્તારમા જમીનમાં પાણી જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. વૈજ્ઞાનિક અને મનોરંજનની દ્ર્ષ્ટિએ પણ જંગલોનો મહત્વનો ફાળો રહયો છે. આપણા દેશમાં મોટાભાગના લોકોની આર્થિક સ્થિતિ હજુ પણ જંગલો પર આધારિત છે. શરૂઆતમા જયારે વન ખૂબ પ્રમાણમા હતા અને લોકોની જરૂરીયાત ઓછી હતી ત્યાં સુધી લોકોમાં વનના મહત્વનો ખ્યાલ ઓછો હતો.

આ પરિસ્થિતિના નિવારણ માટે ગુજરાત સરકારના વનવિભાગ દ્વારા રાજયમાં સામાજીક વનીકરણની યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજના દ્વારા રસ્તાની બાજુઓની ઉપરલ નહેરકાંઠા ઉપર, રેલ્વે લાઇનોની બાજુ ઉપર, ગૌચરો અને અન્ય ઉપલબ્ધ જમીનોમાં મોટા પ્રમાણમાં વૃક્ષો ઉછેરવામા આવી રહેલ છે. આ પ્રકારના કાર્યક્રમમાં ફકત સરકારના પ્રયત્નો ઉપર જ આધાર ના રાખી શકાય. ઉપલબ્ધ પડતર જમીનનો વૃક્ષો વાવવામાં ઉપયોગ કરી દરેક પ્રજાજન આ કાર્ય મા સહભાગી થાઇ તે હેતુ થી વન વિભાગ તરફથી  રાજયના તમામ તાલુકા, જિલ્લા કક્ષાએ રોપા ઉછેર કેંદ્રો સ્થાપવામા આવેલ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને રોપાઓ સરળતાથી મળી શકે તે હેતુ થી સામાજીક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા, ખંભાળીયા તરફથી ચાલુ વર્ષ દરમ્યાન  વિવિધ જાતના ૩૯.૫૦ લાખ રોપાઓ જેમા ખાતાકીય વન મહોત્સવ નર્સરીમાં ૨૬ લાખ રોપાઓ તેમજ ડીઈસીઈપીઈ તેમજ ખાસ અંગભુત નર્સરીમાં ૧૩.૫૦ લાખ રોપાઓ જિલ્લાના વિવિધ રોપ ઉછેર કેંદ્રમાં તૈયાર કરવામાં આવેલા છે. જેમાં વાંસનુ રાઇઝોમ રૂ.૨,સાગના સ્ટમ્પ રૂ.૪, ટીસ્યુકલ્ચર સાગના રોપા રૂ.૨૫, કલોનલ નીલગીરી રૂ.૫, મલબાર લીમડો રૂ.૧૦, ચંદનના રોપા રૂ.૨૦ કલમી રોપાના રૂ. ૧૦ થી ૨૫ રાખવામાં આવેલ છે. જિલ્લામાં ઉછેરવામાં આવેલ રોપાઓના ઉપયોગ કરી રાજયના વૃક્ષ ઉછેરના ભગીરથ પ્રયત્નમાં આપ સહભાગી બનશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.