Abtak Media Google News

રાજકોટમાં રૂ.૨૫૬ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી: ૧ થી ૩૧ મે રાજ્યમાં જલ અભિયાન

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ ખાતે રૂ. ૨૫૬ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાવ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાણી પ્રશ્ને રાજ્ય સરકારની ગંભીરતાનો અંગુલિનિર્દેશ કર્યો હતો અને મે માસમાં હા ધરાનાર જલ અભિયાનની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ૧ થી ૩૧ મે દરમ્યાન રાજ્યભરમાં નવ હજાર તળાવો ઉંડા કરાશે. રાજયની ૩૪ નદીઓ પુન:જીવિત કરાશે અને રાજ્યમાં મહતમ ખેત તલાવડીઓનું નિર્માણ કરાશે. નદીઓ સ્વચ્છ કરાશે, તથા ચેકડેમો રીપેર કરાશે. જલ અભિયાનની કામગીરીની પ્રતિ સપ્તાહ સમીક્ષા પણ કરાશે.

રાજકોટની જનતાને મુખ્યમંત્રી રૂપાણીએ વધુ એક વખત જુલાઇના અંત સુધી પાણી કાપ નહીં મુકવાની હૈયાધારણ પાઠવી હતી અને આજી નદીના શુધ્ધિકરણની તથા રામના મહાદેવ મંદિરને સ્વચ્છ કરવાની જાહેરાત કરી હતી.

જ્યાં માનવી, ત્યાં સુવિધાના વિચારને વરેલી રાજ્ય સરકારની નીતિઓનો મુખ્યમંત્રીએ પુનર્ઘોષ કર્યો હતો.

બાળકોમાં પડેલી સાયન્સ તથા સ્પોર્ટસ વિષયક સુષુપ્ત શકિતઓને ઉજાગર કરવાની મુખ્યમંત્રી રૂપાણીએ નેમ વ્યકત કરતા ઉમેર્યું હતું કે રાજ્યભરમાં ચાર અદ્યતન સાયન્સ સેન્ટર તથા સુવિધાયુકત નવા સ્પોર્ટસ કોમ્પલેકસીઝને રાજ્ય સરકારે ત્વરિત મંજૂરી આપી આગલી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં રાજ્ય સરકારે આદરેલા વિકાસકામો જેવા કે ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવું બસસ્ટેન્ડ, નવું રેસકોર્સ, નવી જી.આઇ.ડી.સી. વગેરેનો સગૌરવ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો અને શહેરીજનોની સુવિધા વધારવા માટે નવા રેસકોર્સમાં ૧૦ એકરમાં તળાવ બનાવવાની જાહેરાત પણ તેમણે કરી હતી. રાજકોટને આધુનિક શહેરની પરિકલ્પના મુજબનું બનાવવાની ટૂંકી રૂપરેખા પણ રૂપાણીએ તેમના વકતવ્યમાં વણી લીધી હતી. મુખ્યમંત્રીએ સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન પોલીસીની પુસ્તિકાનું અનાવરણ કર્યું હતું.

Guru8248જીલ્લા વહીવટીતંત્ર, રાજકોટ, મહાનગરપાલીકા, કોર્પોરેટરો, અગ્રણી નાગરિકો વગેરેએ મુખ્યમંત્રીને પુષ્પગુચ્છ, પુસ્તક, સ્મૃતિચિન્હ, બિસ્કીટ  બાસ્કેટ, ફૂલોના વિશાળ હાર વગેરે અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહુર્ત યેલ તમામ વિકાસકામોની ટૂંકી વિગતો દર્શાવતી ડોકયુમેન્ટ્રી ફિલ્મસનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.

મેરેોન-૨૦૧૮નું સફળ આયોજન કરનાર તમામ સંસઓએ મુખ્યમંત્રી રૂપાણીએ પ્રમાણપત્ર આપી સન્માન્યા હતા. મુખ્યમંત્રીની ઉપસ્થીતીતમાં મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની તથા એરપોર્ટ ઓોરીટી વચ્ચે થી. બે કરોડની પાંચ ઇલેકટ્રીક બસો માટેના મેમરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ પર સહી કરી હતી. સાયન્સ કવીઝના પ્રથમ ત્રણ વિજેતાઓને મુખ્યમંત્રીએ ઇનામો એનાયત કર્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે અંદાજે રૂ. ૨૫૬.૭૩ કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયેલા કામોમાં જિલ્લા  ગાર્ડન આધારીત ડી.આઇ.પાઇપ લાઇન નેટવર્ક, મચ્છુનગરની રૂ.૩૦.૧૨ કરોડના લેન્ડ પ્રિમીયમની બનેલ આવાસ યોજના, ચંદ્રેશનગર ઝોન વિસ્તારોની રૂ.પ. ૯૪ કરોડની વોટર મીટર સપ્લાય સહિત મેઇન્ટેન્સ પ્રોજેકટ, મવડી વિસ્તારમાં રૂ.૩૩.૮૮ કરોડ ખર્ચે બનનાર પ્રધાનમંત્રી આવાસ યોજના, ફાયર અને ઇમરજન્સી તથા સોલીડ મેનેજમેન્ટના રૂ.૫.૨૪ કરોડના ખર્ચના વાહનોનું લોકાર્પણ વિગેરેનો સમાવેશ થાય છે.

રાજકોટ મહાનગરપાલીકા, ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી,  સ્પોર્ટસ ઓોરીટી ઓફ ગુજરાત, જીલ્લા વહીવટી તંત્ર તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળદ્વારા સંયુકતપણે આયોજિત આ કાર્યક્રમમાં મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં વિકાસકામોની આંકડાકીય વિગતો રજુ કરી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ.૨૫૬ કરોડના ખર્ચે વિકસકાર્યોના ખાતમુહૂર્ત તા લોકાર્પણ કરાયાછે, તેમજ દોઢ મહિના પહેલાં રૂ.૪૫૦ કરોડના કામોના ખાતમુહૂર્ત તા લોકાર્પણ કરાયા હતા. જે દર્શાવે છે કે, રાજકોટ શહેર સતત પ્રગતિ કરી રહયું છે.

સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, રાજયમાં ચાર સાયન્સ મ્યુઝીયમ બનાવવામાં આવનાર છે. તે પૈકી રાજકોટમાં રૂ. ૮૦ કરોડના ખર્ચે બનનાર પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝીયમનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલ છે. વિજ્ઞાન ભૂતકાળ તા વર્તમાનકાળને ભવિષ્ય સો જોડે છે. નવી પેઢીમાં વિજ્ઞાન પ્રત્યે અભિરૂચિ કેળવાય તે માટેનો રાજય સરકારનો હેતુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.