Abtak Media Google News

ધરેલું હિંસાના કેસમાં ભરણપોષણ નહીં ચુકવતા પત્નીએ પતિ સામે કોર્ટમાં દાદ માગી’તી

શહેરમાં કુંભારવાડા મેઇન રોડ ખાતે રીઝવાનાબેન અબ્બાસભાઇ મકરાણીએ જામનગરના બેડી સ્થિત પતિ અબ્બાસ કાસમ મકરાણી સામે કૌટુંબિક ધરેલું હિંસાથી સ્ત્રીઓના રક્ષણ અધિનિયમ ૨૦૦૫ હેઠળની જોગવાઇઓ મુજબની કોર્ટમાં દાખલ કરેલી તથા સાથો સાથ વચગાળાની રાહતો મેળવવા માટેની અરજી પણ કરેલી હોય.

સદરહું અરજી ઉપર કોર્ટે હુકમ ફરમાવેલો હોય જે હુકમ મુજબ ૪૮ માસની ચડત રકમ રૂ ૧,૫૧,૫૦૦/- ઉપરોકત ફરીયાદીના લેણા નીકળતા હોય જે સંબંધે ફરીયાદીએ રીકવરી અરજી દાખલ કરતાં તે અરજીની નોટીસ સામાવાળાને બજી જવા છતાં પતિએ રકમ ચુકવેલી નહી જેથી કોર્ટૈ સામાવાળા સામે રીકવરી વોરંટ ઇસ્યુ કર્યુ હતું.

અબ્બાસ મકરાણી કોર્ટમાં હાજર થઇ રકમ ભરપાઇ કરવાની કોઇ તૈયારી નહી સી.આર.પી.સી. ની જોગવાઇઓ ઘ્યાને લઇ પરીણીતાના એડવોકેટની કાયદાકીય રજુઆતો ઘ્યાને લઇ અબ્બાસ મકરાણીને ૪૮ માસની ચડત રકમ સબબ કોર્ટે ૪૮ અઠવાડીયાની ૩૩૬ દિવસની જેલની સજા ફઠકારવાનો હુકમ કરેલ છે. ફરીયાદી રીઝવાનાબેન મકરાણી તરફે ધારાશાસ્ત્રી નીલેશ દક્ષીણી રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.