Abtak Media Google News

રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા રૈયારોડ ઉપર આવેલા સીએ ભવન ખાતે બેટલ ઓફ માઈન્ડ કવિઝ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતુ છેલ્લા ૫ વ ર્ષથી રોટરી કલબ દ્વારા આ પ્રકારની કોમિપટીશનનું આયોજન કરવામાં આવે છે. અને કવિઝ કોમ્પીટીશનના માસ્ટર માઈન્ડ બ્લોગ્સના વિનયસર દ્વારા બાળકોને આ કવિઝ કોમ્પ્ટીશન રમાડવામાં આવી હતી. રાજકોટની નામાંકીત ૩૨ સ્કુલના વિદ્યાર્થીઓ એ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

વધુમાં પ્રોજેકટ ઈન્ચાર્જ સકીના ભારમલે જણાવ્યું હતુ કે , આ કવિઝ કોમ્પીટીશન ચાલુ કરવાનો હેતુ અ હતો કે, રાજકોટમાં કવીઝ કલ્ચર હતુ જ નહી અને મોટી સંખ્યામાં બાળકોને પ્રોત્સાહન આપવા કરવા અને કવીઝગ કલ્ચર ચાલુ કરવા માટે આ પ્રોજેકટ ચાલુ કરવામાં આવ્યો છે. ૩૨ જેટલા સ્કુલના બાળકોએ આ કવિઝ કોમ્પીટીશનમાં ભાગ લીધો છે. આ માટે સ્કુલ સંચાલકોનો પણ પૂરતો સહયોગ મળી રહે છે. ફકત અમારા એક પત્ર દ્વારા જ સ્કુલના બાળકોની નોંધણી અમારી પાસે કરવામાં આવે છે. આ ઉપરાંત સ્કુલ સંચાલકો પણ વધુ રસ દાખવે છે. માટે આ કવિઝ કોમ્પીટીશન પહેલા દરેક સ્કુલ સંચાલકો પોતાની સ્કુલમાં જ બાળકો વચ્ચે સ્પર્ધા ગોઠવી તેમાંથી બેસ્ટ બાળકો જ આ કોમ્પ્ટીશનમાં ભાગ લેવા માટે મોકલે છે.

આ કવિઝ કોમ્પીટીશનમાં ૩ રાઉન્ડ રાખવામાં આવે છે. અને ૩ વિજેતાઓ જાહેર કરવામાં આવે છે.જેમાં વિનર્સ ને તથા ફર્સ્ટ રનરઅપ, અને સેક્ધડ રનરઅપને મેડલ્સ તથા ટ્રોફી અને કેશ પ્રાઈઝ આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.