Abtak Media Google News

આહાક ઈન્ડિયા દ્વારા રાજુલામાં પર્યાવરણ દિનની અનોખી ઉજવણી કરાઈ

૫ જૂન સમગ્ર વિશ્ર્વમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના સંદર્ભમાં આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઈનિડયા દ્વારા રાજુલા શહેરની કોર્ટના ગેટ સામે વડલો, કાસીદ અને રેનટ્રી જેવા વૃક્ષોનું વાવેતર કરીને અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એડીશનલ જજ એચ.એમ.ટાંક, એચ.કે.શાહ, પ્રિન્સીપાલ જજ એ.એમ.શુકલા તેમજ બાર એસોસીએશનના પ્રમુખ જયરાજભાઈ ખુમાણ, સેક્રેટરી મૌલીન ઠાકર, રાજુભાઈ જોખીયા, રજિસ્ટ્રાર ઝાલા, વ્યાસ ઉપસ્થિત રહેલા અને આકાહ ઈન્ડિયાની ટીમનો ઉત્સાહ વધારેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આકાહ ઈન્ડિયાની ટીમ દ્વારા આગામી સમયમાં વધુ ૩૦૦૦ વૃક્ષો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઉછેરવામાં આવશે. આ માટે આકાહ ઈન્ડિયાના ચેરમેન છોટુભાઈ જીવાણી સંપૂર્ણ સહયોગ આપશે તેવી ખાતરી આપેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.