Abtak Media Google News

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સોનાની આવરણીથી રસ્તો વાળી પહિંદ વિધિ કરાવી

ગુરુકુલ પરિવારના અધ્યક્ષ શાસ્ત્રી  માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી  બાલકૃષ્ણદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે જગન્નાથથી મેમનગર  સ્વામિનારાયણ ગુરુકુલથી ભવ્ય રથયાત્રા નીકળી હતી.

જેમાં અમદાવાદની ૨૨ ધાર્મિક સંસ્થાઓનો સહકાર મળ્યો હતો. રથયાત્રા પ્રારંભ પહેલા ગુરુકુલ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય રામપ્રિયજી દ્વારા કરાતા વૈદિક વિધિ સાથે ૧૫૧ બહેનોએ ભગવાન  કૃષ્ણ, બળરામ ભૈયા અને સુભદ્રાબેનને રક્ષાસુત્ર બાંધી પૂજન કર્યુ હતું.

ત્યારબાદ ઠાકોરજીની આરતિ ઉતારી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી તેમજ પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામી તથા શિક્ષણ પ્રધાન ભૂપેદ્રસિંહજી ચુડાસમાએ સોનાની સાવરણીથી રસ્તો વાળી પહિંદ વિધિ કરાવી હતી તથા બાબુભાઇ પટેલ (સંસદીય સભ્ય અમદાવાદ), ભુપેન્દ્રભાઈ પટેલ (ધારાસભ્ય,) કાંતિભાઈ પટેલ, જતિનભાઈ પટેલ વગેરેએ રથનું દોરડું ખેંચી પ્રસ્થાન કરાવ્યું હતું.  રથયાત્રાની વ્યવસ્થા માટે ૧૧૦૦ સ્વયં સેવકો રાખવામાં આવ્યા હતા. રસ્તામાં ઠેરઠેર ભાવિક જનોએ રથયાત્રામાં જોડાયેલા ભક્તો માટે ઠંડા પીણાં, સરબત, આઈસક્રીમ, મીઠાઇ, ફરસાણના પ્રસાદની વ્યવસ્થા કરી હતી.

રથયાત્રા શહેરમાં ફરી સાંજે સાડા સાત વાગ્યે ગુરુકુલ પહોંચ્યા બાદ સભાના રુપમાં ફેરવાઇ ગયા હતા. સભામાં પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ રથમાં બિરાજીત ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી હતી. ત્યારબાદ તમામ ભકતોને પાઉંભાજી અને મોહનથાળનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. રથયાત્રા બાદ ગુરુકુલના સ્વયંસેવકોએ સમગ્ર રસ્તાઓને સાફ કરી કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કર્યો હતો.

300-Volunteers-Took-A-10-Km-Route-To-The-City-Of-Gurukul
300-volunteers-took-a-10-km-route-to-the-city-of-gurukul
300-Volunteers-Took-A-10-Km-Route-To-The-City-Of-Gurukul
300-volunteers-took-a-10-km-route-to-the-city-of-gurukul

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.