Abtak Media Google News

ટ્રાન્સપોર્ટ એસો. પ્રાંત અધિકારીને આવેદન પાઠવી ધરણાનો કાર્યક્રમ યોજશે

ધોરાજી ટ્રાન્સપોર્ટ અને બસોની આજથી હડતાલ શરૂ થઈ છે.કુલ ૩૦૦ ટ્રકો અને ૫૦ બસોના પૈડા આજથી થંભી ગયા છે.ધોરાજીનાં ટ્રક એસો.ના પ્રમુખ રમેશભાઈ ઠેસીયાએ જણાવેલ કે અમારી માગણીઓ જેવી કે ડિઝલની કિમંતમાં ઘટાડો તેમજ સમાજ કિંમત અને રોજેરોજ ભાવ ફષરને બદલે ત્રીમાસીક ધોરણે ભાવની સમીક્ષા કરવી ટોલ બેરીયર ફી ભારણ, થર્ડ પાર્ટી વિમા પ્રીમીયમમાં ઘટાડો તેમજ પારદર્શકતા અને ઈન્સ્યોરન્સ પોલીસી પર જીએસટી નાબુદ ટ્રાન્સપોર્ટભાડા ઉપર ટીડીએસની નાબુદી ઈન્કમટેક્ષના અધિનિયમ ધારા ૪૪ એઈમાં અનુમાનીત આવકમાં તર્ક સંગત ઘટાડો અને થઈ વે બીલમાં પડતી તકલીફોની સમીક્ષા , બસો તેમજ ટુરીસ્ટ વાહનો માટે નેશનલ પરમીટ વગેરે માગણીઓ માટે આજથી ટ્રક એસો. ધોરાજીના ઓનરો આજે ડે. કલેકટરને આવેદન આપશે અને ધોરાજીના જેતપૂર રોડ પર આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે છાવણી નાખી ધરણા કરશે આજની ટ્રક હડતાલમાં ધોરાજીમાં ૩૦૦ જેટલા ટ્રકોના પૈડા થંભી ગયા અને આજે ૧ દિવસ ટ્રાવેલ્સ સંચાલકો પણ આ હડતાલમાં જોડાયા છે. અને જો આ માંગણીઓ નહી સ્વીકારવામાં નહી આવે તો આંદોલન વધુ જલદ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.