ફ્રિ ઓપરેશનના વળતરમાં ૩૦૦ ઓપરેશનો કરાવ્યા

50

તેરા તુજ કો અર્પણ: સમાજે કરેલા ઉપકાર મદદ સ્વરૂપે પુરો કરશે

પુરૂષાર્થ યુવક મંડળના યોગેશભાઈ જોગીની અંગુલી નિર્દેશ સમાજ સેવા: પુત્રની સગાઈ પ્રસંગે ૨૫મીએ રણછોડદાસ આશ્રમ ખાતે સેવા યજ્ઞ યોજાશે: ૨૫મીએ યોજાશે ઋણ સ્વીકારનો અનેરો ઉત્સવ

રાજકોટમાં સેવાકિય ક્ષેત્રે વિવિધ સંસ્થા કાર્યરત છે તોકોઈ એકલો માણસ પણ અંગુલી નિર્દેશ સેવા કરીને શ્રેષ્ઠ માનવ સેવાનું ઉદાહરણ પૂરૂ પાડે છે. આવી જ વાત પુરૂષાર્થ યુવક મંડળના કારોબારી સભ્ય યોગેશભાઈ જોગી તા.૨૫મીએ રણછોડદાસ આશ્રમ ખાતે કરવાના છે.

વર્ષો પહેલા યોગેશભાઈના પિતાની સ્થિતિ સારી નહતી ત્યારે આંખનું ઓપરેશન રણછોડદાસ આશ્રમની આંખની હોસ્પિટલમાં મફતમાં ઓપરેશન કરાવેલ હતુ. બાદમાં મહેનત કરીને બે પૈસા કમાયા બાદ આજે સારૂ જીવન જીવતાં યોગેશભાઈ જોગીના પરિવાર પોતાના પુત્ર ‘કેવલ’ની સગાઈ પ્રસંગે વર્ષો પહેલા કરાવેલ ફ્રિ ઓપરેશનનો ઋણ ચૂકવવાનો વિચાર આવ્યો ને પુરૂષાર્થ મંડળના પ્રમુખ કિશોરભાઈ રાઠોડને વાત કરીને તુરંત જ બંનેએ નકકી કરીને કુટુંબનાં શુભ પ્રસંગે રણોડદાસજી આશ્રમ દ્વારા થતા આંખનાં ઓપરેશનમાં ૩૦૦ જેટલા દર્દીનાં ઓપરેશનનો ખર્ચ પોતે આપીને સમાજમાં અંગુલી નિર્દેશ સેવા કરશે.

‘કેવલ’ની સગાઈ પ્રસંગે દાદા ચંદ્રકાંતભાઈ તથા દાદી કાંતાબેન જોગીએ વર્ષો પહેલા કરાવેલ ફ્રિ ઓપરેશનનો બદલો ૩૦૦ જેટલા ઓપરેશનનો સંકલ્પ કર્યો. પુત્ર યોગેશ ભાઈ જોગીએ પિતા -માતાનાં સંકલ્પને વધાવીને સમાજ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડેલ છે. પહેલા કંઈ નહતુ ત્યારે ફ્રિ ઓપરેશનનો લાભ લીધોને જયારે ઈશ્ર્વર કૃપાથી સારા દિવસો આવ્યાને શુભ પ્રસંગ પણ આવ્યો ત્યારે વર્ષો પહેલા ફ્રિ કરાવેલ ઓપરેશનનું ઋણ ૩૦૦ દર્દીનાં ઓપરેશન કરીને ઉતારવાનો સંકલ્પ કર્યો. તા.૨૫મીએ સવારે ૧૦ થી સાંજના ૬ સુધી થનાર આંખના ઓપરેશનનો ખર્ચ યોગેશભાઈ જોગી આપશે. જેનો અંદાજે ૩૦૦ દર્દીઓ લાભ લેશે તેમ અબતક સાથેની વાતચીતમાં પૂરૂષાર્થ યુવક મંડળના કિશોર રાઠોડે જણાવેલ છે.

Loading...