Abtak Media Google News

સલાયામાં ઝડપાયેલા હેરોઈન તો સાગરમાં ટીપા સમાન

સલાયામાંથી ઝડપાયેલા  હેરોઈન મુદ્દે એટીએસનો જબ્બરો ખુલાસો

માછીમારી બોટોનો ઉપયોગ કરી થાય છે હેરોઈનની  હેરાફેરી

ભારતીય જળસીમાનો ઉપયોગ કરી ડ્રગ માફીયાઓ નશીલા પદાર્થોની હેરફેર કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો એટીએસે સલાયાથી ઝડપી લઈ રૂ .૩૦૦ કરોડનું હેરોઈન જપ્ત કર્યા બાદ ડ્રગ માફીયાની પુછતાછમાં અગાઉ ભારતીય દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીયાઓએ રૂ.૧૦૦૦ કરોડનું ૩૦૦ કિલો હેરોઈનનું ક્ધસાઈમેન્ટ પહોંચાડયું હોવાનું કબુલ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં સલાયા નજીકથી સુરક્ષા એજન્સીઓએ રૂ.૩૦૦ કરોડનું હેરોઈન ઝડપી લીધું હતું અને અજીત અબ્દુલ અને આરીફ સુમરાને ઝડપી લઈ ઈન્ટ્રોગેશન હાથ ધરતા આંતરરાષ્ટ્રીય ડ્રગ માફીયાઓ દ્વારા ભારતીય જળસીમામાંથી ભારે સીફતપૂર્વક ડ્રગ્સ હેરોઈન જેવા નશીલા દ્રવ્યોની હેરફેર કરવામાં આવતી હોવાની કબુલાત આપવામાં આવી હતી.

એટીએસના જણાવ્યા મુજબ સલાયા હેરોઈન કેસમાં ઝડપાયેલા બંને આરોપીઓએ કબુલાત આપી હતી કે આ અગાઉ ભારતના દરીયાકાંઠાનો ઉપયોગ કરી સિંગાપોર, દુબઈ, થાઈલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી પાકિસ્તાન નાણા મોકલી ૧૦૦૦ કરોડના ૩૦૦ કિલો હેરોઈનનો જથ્થો સફળતાપૂર્વક મોકલી દેવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ડ્રગ માફીયાઓ દ્વારા વિદેશમાંથી આવતા હેરોઈનના જથ્થાને ઈન્ટરનેશનલ શીપમાં લાવ્યા બાદ ભારતીય જળસીમામાં માછીમારી કરતા નાના માછીમારોની બોટનો ઉપયોગ કરી કોઈને પણ શંકા ન જાય તે રીતે આ ક્ધસાઈમેન્ટોને નકકી કરેલી જગ્યાએ પહોંચાડવામાં આવતા હોવાની પણ કબુલાત ડ્રગ માફીયાઓએ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.