કોરોનાનાં વધુ ૩૦ પોઝિટિવ કેસ: રિકવરી રેઇટ ૮૬ ટકા ઉપર

કુલ પોઝિટિવ કેસનો આંક ૭૪૫૧  પહોંચ્યો

આજે બપોર સુધીમાં શહેરમાં કોરોનાનાં વધુ ૩૦ કેસ નોંધાયા છે.આ સાથે કુલ કેસનો આંક ૭૪૫૧ પહોંચ્યો છે.રીકવરી રીઇટમાં પણ સતત વધારો નોંધાય રહ્યો છે.જે રાજકોટ માટે ખૂબ સારી વાત છે.આજે રિકવરી રેઇટ ૮૬ ટકાથી વધુ પહોચી ગયો છે.

૧૦૩૧ સર્વેલન્સની ટીમ દ્વારા ૩૯૪૩૬ ઘર  કુટુંબને સર્વે કરવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ૫૯ વ્યક્તિઓને શરદી, ઉધરસ, તાવના લક્ષણો જોવા મળ્યા હતા

૫૦ ધનવંતરી રથમાંસરેરાશ ૨૨૧ ની ઓ.પી.ડી. સહીત ૧૧૦૬૭ વ્યક્તિઓએ સેવાનો લાભ લીધો હતો. ઉપરાંત મનપાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સરેરાશ ૨૨૧૯ વ્યક્તિઓની ઓ.પી.ડી. નોંધાઈ છે.

કાલે ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન નંબર પર કુલ ૮૯ ફોન આવેલ હતા અને તમામ વ્યક્તિઓને સેવા ઉપલબ્ધ કરાવેલ છે, જેમાં  ફોન કરનારને સરેરાશ માત્ર ૫૪ મીનીટમાં સેવા ઉપલબ્ધ કરાવેલ છે.

હોમ કવોરન્ટાઇન સારવાર હેઠળ રહેલા ૧૦૧૯ ઘર ,કુટુંબની હેલ્થ ચકાસણી કરવામાં આવી હતી.

મંગળવારે શહેરના રાજહંસ સોસાયટી  રૈયા રોડ, વૈશાલીનગર, સર્વોદય સોસયટી  મ્યુ થોરાળા, તિરુપતિ બાલાજી પાર્ક  કોઠારીયા રોડ, ન્યુ કોલેજ વાડી  કેકેવી હોલ પાસે, અભિરામ સોસાયટી  નારાયણ નગર, ભીડભંજન સોસાયટી  યુનિવર્સીટી રોડ અને ગઢીયા નગર  સંત કબીર રોડના વિસ્તારોને માઈક્રો ક્ધટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

Loading...