સેલવાસના બેડપામાં પીકઅપ પલટી ખાઈ જતાં ૩૦ ઘાયલ

115

સેલવાસથી ગુજરાતના મેઘવાડમાં સગાઈમાં જઈ રહેલુ મહિન્દ્રા પીકઅપ અચાનક પલટી ખાઈ ગયુ: બે ની હાલત ગંભીર

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના બેડપામાં સાંજે એક પીકઅપ પલટી ખાઈ જતાં ૩૦ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, બેડપાથી મેઘવાડ જઈ રહેલા પીકઅપમાં ગુલાબ મધુ પાલકર તેમની સુપુત્રીની સગાઈમાં જઈ રહ્યાં હતા. મહિન્દ્રા પીકઅપ નંબર ડીએન-કયુ-૯૩૬૨માં સવાર થઈને ઘણા લોકો સાથે બેડપા વડપાથી ગુજરાતના મેઘવાડમાં જઈ રહ્યાં હતા.

આ પીકઅપ વાહન બેડપાના ચાકાપાડામાં મેઈન રોડના ઢલાન પર પહોંચ્યા ત્યારે અચાનક પલટી ખાઈ ગઈ. આ ઘટનામાં પીકઅપમાં સવાર ૩૦ લોકો ઘાયલ થઈ ગયા છે. જેમાં ૧૪ મહિલા, ૧૧ પુરુષ અને પાંચ બાળકો સામેલ છે. ઘટના બાદ અકસ્માત સ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી.

ઘાયલ થયેલાઓમાંથી ૨૦ને ખાનવેલ હોસ્પિટલમાં જયારે ૧૦ને સેલવાસ સિવિલ હોસ્પિટલમાં ઈલાજ માટે રીફર કરવામાં આવ્યા તેમાં ૨ લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Loading...