Abtak Media Google News

રત્નાકર બેંકમાંથી ૧૧૯ લોન લઇ ૧૦ કરોડનો ચૂનો ચોપડયો

ખેડૂતોના નામે બોગસ લોન લીધી સીઆઇડી ક્રાઇમે નોંધાવી ફરીયાદ

કચ્છ જિલ્લામાં બોગસ લોનના અનેક દાખલાઓ સામે આવ્યા છે. તેવામાં સી.આઇ.ડી. દ્વારા વધુ એક ૩૦ કરોડની બોગસ લોનનું કૌભાંડ બહાર આવ્યું છે. કચ્છ જિલ્લો અને બોગસ લોન કૌભાંડ એકબીજાના પર્યાય બની ગયાં છે.તેવામાં આ એફ.આઇ.આર.માં આરોપી પૈકી ભદ્રેશ મહેતા અને જેન્તીલાલ જે. ઠકકર અગાઉ પણ અનય બોગસ લોન કૌભાંડમાં સામેલ હોવાની ફરિયાદો પણ થઇ છે. કચ્છ જિલ્લામાં આવી બોગસ લોનનો રાફળો ફાટયો છે. અત્યારે લખપત, અબડાસા, નખત્રાણા, તાલુકામાં ખેડૂતોના નામે ખોટા દસ્તાવેજો પર પાક ધીરાણ મેળવી રત્નાકર બેન્ક લીમીટેડ માંથી બારોબાર ૩૦ કરોડ ‚પિયાની લોન લઇ અને આર્થિક કૌભાંડ કરવામાં આવ્યાની ફરિયાદ સી.આઇ.ડી. ક્રાઇમે નોંધાવી છે.

આ સમગ્ર મામલાનો સુત્રધાર જેન્તીલાલ જેઠાલાલ ઠકકર અને ભદ્રેશ ટ્રેડીંગના ભદ્રેશ મહેતા તથા અન્ય ત્રણ ડાયરેકરો સામે મળી કુલ ૧૦ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે. આ ફરીયાદમાં ૧૧૯ ના નામે લોનો લેવામાં આવી હોવાનું જણાવાયું છે.

આ ફરીયાદમાં ભદ્રેશ વસંતરાય મહેતા પાર્થ ભદ્રેશ મહેતા, હિના ભદ્રેશ મહેતા, જેન્તીલાલ જેઠાલાલ ઠકકર, ગીરીરાજસિંહ કનુભા જાડેજા, ચેતન વી. ભીંડે કુંભાર મામદ સુમાર, સંજય ત્રિપાઠી, પ્રતિક શાહ વગેરે વિ‚ઘ્ધ અલગ અલગ કલમ હેઠળ અને ભ્રષ્ટાચાર નિવારણની કલમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કચ્છ જિલ્લામાં લાંબા સમયથી બોગસ લોન કૌભાંડનુ: ભુત સમયાંતરે ધુણ્યા કરે છે અને સમયાંતરે બોગસ લોનના કૌભાંડના સમાચારો આવતા જ રહે છે. બોગસ લોન કૌભાંડની ટુકડી માત્ર નાના નાના કિસ્સામાં જ બોગસ લોનોના કેસોમાં ફરિયાદો નોંધાવા પામી છે.

પરંતુ, આ ટોળકીની સઘન તપાસ કરવામાં આવે તો માલ્યા, ચોકસીને પણ પાછળ છોડી દે તેવા મોટા કૌભાંડો કચ્છ જિલ્લામાંથી બહાર આવે તેમ છે.

આ અગાઉ પણ જેન્તીલાલ જેઠાલાલ ઠકકર પર અનેક ગુના દાખલ થયાં છે. તેમ છતાં તેને વી.આઇ.પી. ટ્રીટમેન્ટ આપી અને વિશેષ સગવડો પણ આપવામાં આવી હોવાની વાતો પણ વહેતી થઇ હતી.

ગળપાદર જેલમાં જવા આવવા માટે પણ તેમને મોંધી ગાડીઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી હતી જયારે હાલની સ્થિતિમાં પણ વી.આઇ.પી. ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તેને સમયાંતરે ભુજમાં પણ લાવવામાં આવે છે. ખાસ મેડીકલ ચેકઅપના નામે પણ સગવડો ઉભી કરવામાં આવે છે.

બીજી બાજુ બોગસ લોનની આ ફરીયાદના અન્ય આરોપી ભદ્રેશ, પાર્થ અને હિના, મહેતા પર પણ અગાઉ બોગસ લોનના પ્રકરણોની ફરીયાદો થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.