Abtak Media Google News

મરીગૌડાનાં ગામમાં ૬ માસ પહેલા બનેલા મંદિર પાસે જ ફરી શેષનાગની કાચડી દેખાતા લોકો દર્શને ઉમટી પડયા

૫૦૦૦ વર્ષ પહેલા શેષ નાગ પર ભગવાન શ્રીહરી વિષ્ણુ બિરાજતા હતા ત્યારે કળયુગમાં શેષ નાગના દર્શન દુર્લભ થઈ ગયા હોવાનું સામે આવે છે. શેષ નાગ એટલે એક ભગવાનનું સ્વરૂપ છે ત્યારે ૫૦૦૦ વર્ષ બાદ કર્ણાટકનાં એક મરીગૌડાનાં ડુડી ગામ ખાતે ગ્રામજનોએ શેષનાગની કાચડીનાં દર્શન કર્યા હતા.  માનવામાં આવે છે કે ૬ માસ પહેલા લોકોને શેષનાગનાં દર્શન થતા ત્યાં મંદિર બનાવવામાં આવ્યું હતું તેજ મંદિરથી ૧૦ ફુટ દુર લોકોને શેષનાગનાં દર્શન થયા હતા. લોકોએ તેમની પુજા પણ કરી હતી. સ્થાનિકોનાં જણાવ્યા પ્રમાણે શેષનાગની કાચડી મંદિર પાસે જ દેખાતા લોકોમાં આઘ્યાત્મિકતાનો ભાસ થયો હતો.

લોકો દ્વારા દર્શન કર્યા બાદ શેષનાગનો વિડીયો ટેલીવિઝન ચેનલ તથા સોશિયલ મિડીયા ઉપર ખુબ જ વાયરલ થયો હતો ત્યારે તાલુકાનાં અન્ય ગામોમાંથી પણ અનેકગણી સંખ્યામાં શેષનાગની કાચડીનાં દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને પોતાને ધન્ય ગણ્યા હતા. અનેકવિધ ભાવિકોએ એમની આજુબાજુ કુમકુમથી તેમની પુજા પણ કરી હતી. ગામનાં સ્થાનિકે જણાવ્યું હતુંકે, આવી જ એક કાચડી છ માસ પહેલા મળી આવી હતી ત્યારે ગામનાં લોકોનું માનવું છે કે, જે જગ્યા પર નાગદેવની કાચડી મળી આવી છે તે વિશેષ શકિતરૂપ છે અને તે જગ્યા પર મંદિર પણ બનાવવામાં આવ્યું હતું ત્યારે જે સ્થાન પર મંદિર બન્યું છે તેનાં ૧૦ ફુટ દુર જ ફરી સાપની કાચડી દેખાતા લોકોમાં કુતુહુલની સાથે ભકિતભાવ પણ સ્થપાયો હતો. ૫૦૦૦ વર્ષ પહેલા શેષનાગનું જે અવતરણ થયું હતું તેનાથી અનેક ધાર્મિક લાગણીઓ જોડાયેલી છે. લોકો નાગદેવતાને તેમનાં આરાઘ્ય પણ ગણતા હોય છે અને તેમની પુજા-અર્ચના પણ કરતા હોય છે. આ તકે ભારત દેશમાં અનેકવિધ ભગવાનો વસ્યા છે ત્યારે ભારતની ભૂમિ અત્યંત પ્રભાવિત અને ઈશ્ર્વરમય હોવાથી આ પ્રકારનાં પરચાઓ જોવા મળતા હોય છે. ભગવાન તેમનાં દર્શન સાક્ષાતરૂપે નહીં પરંતુ સાંકેતિકરૂપે પણ કરાવી લોકોમાં ભકિતભાવ પ્રસ્થાપિત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.