Abtak Media Google News

ઓગસ્ટના આરંભમાં વિરામ લેનાર વરસાદનો ઓગસ્ટના અંતમા ફરી એક રાઉન્ડ શ‚ થવા જઈ રહ્યો છે. હવામાન ખાતાએ ૨૩મી સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજયમાં મધ્યમથી ભારે વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ હાલ સક્રિય છે. જેના પગલે સૌરાષ્ટ્રમા આજ સવારથી જ ઠેર ઠેર ઝાપટાથી લઈ મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

આજ સવારથી જ મોરબી જિલ્લા તથા સાવરકુંડલા પંથકમાં મધ્યમ વરસાદ શ‚ થયો છે. રાજકોટમાં પણ મેઘાડંબર છવાયેલો છે. ટંકારા,ગોંડલ, જામકંડોરણા, કોટડાસાંગાણી, જોડીયા, જામનગર, લોધીકા, પાલીતાણા, દામનગર, લખતર, હળવદ, સાવરકુંડલામાં ગઈકાલે ઝાપટાથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો આજે પણ ઠેર ઠેર વાદળછાયું વાતાવરણ હોવાથી તંત્ર સતર્ક થયું છે.

ઉ. ગુ.માં  રાતથી વીજળીના કડાકા સાથે સાર્વત્રિક ૧૦મીમીથી દોઢ ઇચ સુધી વરસાદ વરસ્યો છે. મહેસાણા જિલ્લામાં રવિવારે સવારથી જ વાતાવરણ ઘનઘોર વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું જેમાં સતલાસણા તાલુકામાં ૩૦ મિમિ, કડીમાં ૨૩, વિજાપુરમાં ૧૨, ખેરાલુમાં ૧૦, મહેસાણા અને વડનગરમાં ૫, વિસનગરમાં ૬ અને જોટાણામાં ૩ મીમી વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠામાં પણ અસહ્ય બાફ અને ઉકળાટ વચ્ચે સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે મુશળધાર વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાનું વહિવટીતંત્ર સર્તક બન્યુ છે. ભારે ઉકળાટ બાદ રવિવારે સાંજે ડીસા, શિહોરી પંથકમાં વરસાદી ઝાપટું વરસ્યુ હતું. પાટણમાં પણ ઝરમર વરસાદી ઝાપટા દિવસભર ચાલુ રહ્યા હતા.

આગાહીને લીધે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને તકેદારીના ભાગરૃપે જાણ કરી છે. પહેલા તબક્કાના વરસાદના વિરામ બાદ વાતારણમાં ભારે બાફ અને ઉકળાટ વધ્યો છે. જોકે ફરી લો પ્રેસર થતા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે. રવિવારે ઉકઈડેમના ઉપરવાસમાં આવેલા ૨૧ ગેજ સ્ટેશનમાં કુલ ૧૫૨ મીમી વરસાદ એટલે  સરેરાશ ૭ મીમી જેટલો જ વરસાદ પડ્યો હતો. આનેલીધે ડેમની સપાટી રવિવારે ૩૧૫.૯૯ ફૂટ ઉપર જ રહી હતી.

ગુજરાતમાં જુલાઈ મહિનામાં મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડેલ બનાસકાંઠા, માળીયા, પાટણ વગેરે જિલ્લાઓમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. ઓગસ્ટ આરંભથી રાજયમાં છુટાછવાયા વરસાદ સિવાય મેઘરાજાએ ખમૈયા કર્યા છે. હજુ ચોમાસાનો એક માસ જેટલો સમય બાકી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, હાલ દક્ષિણ પાકિસ્તાન પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જે સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરે છે, તથા દક્ષિણ પૂર્વ વિદર્ભના ભાગો પર એક લો પ્રેશર સર્જાયું છે. આ ઉપરાંત અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. આમ રાજ્યમાં સારો વરસાદ લાવે તેવી એક સાથે ત્રણ સિસ્ટમ કાર્યરત થઇ ચુકી છે, જેના કારણે આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.હવામાન વિભાગની આગાહી પગલે સરકારે તમામ જિલ્લા તંત્રને સાબદા કર્યા છે. સંભવિત પૂરની પરિસ્થિતિને ધ્ રાખીને બચાવ-રાહતના પગલાની તૈયારી રાખવા માટે જિલ્લા તંત્રને સૂચના અપાયેલી છે.

ગુજરાતમાં મેઘાનો ત્રીજો રાઉન્ડ: ૨૨૨ તાલુકાઓમાં વરસાદ

 ટંકારા, ગોંડલ, દામનગર, જામકંડોરણા, કોટડાસાંગાણી, જોડિયા, જામનગર, લોધીકા, માંગરોળ, લખતર, હળવદ અને સાવરકુંડલામાં ઝાપટાથી લઈ ત્રણ ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. રાજયનાં ૩૩ જિલ્લાનાં ૨૨૨ તાલુકાઓમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ પડયાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ સુરતના માંડવીમાં પડયો હોવાનું નોંધાયું છે.

સવારથી સર્વત્ર મેઘાડંબર વચ્ચે કયાંક ધીમી ધારે તો કયાંક ધીંગી ધારે વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડામાં એક ઈંચ રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં એક ઈંચ, ગોંડલમાં દોઢ ઈંચ, જામકંડોરણા બે ઈંચ જેતપૂરમાં એક ઈંચ, કોટડાસાંગાણીમાં એક ઈંચ, મોરબીનાં ટંકારામાં દોઢ ઈંચ, જામનગરમાં એક, જોડીયામાં એક ઈંચ, ગીર સોમનાથ જીલ્લાનાં ગીર ગઢડામાં એક કોડીનારમાં બે, સુત્રાપાડામાં અઢી ઈંચ, ઉનામાં બે ઈંચ, વેરાવળમાં એક ઈંચ, અમરેલીનાં બાબરામાં એક ઈંચ, જાફરાબાદમાં દોઢ, રાજુલામાં બે ઈંચ, ભાવનગર જીલ્લામાં મહુવામાં એક ઈંચ વરસાદ પડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.