૩ બાકીદારોના નળજોડાણ કપાયા, ૪ મિલકત સીલ: ૮૪ને જપ્તી નોટિસ

90

કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૩ બાકીદારોના નળજોડાણ કપાત કરવામાં આવ્યા હતા જયારે ૪ મિલકતો સીલ કરાઈ હતી અને ૮૪ને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે.

શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૭માં ગોડાઉન રોડ પર ભાર્ગવ કોમ્પ્લેક્ષમાં એક દુકાન સહિત ૪ મિલકતો સીલ કરવામાં આવી હતી જયારે ૩ બાકીદારોને મકાનના નળજોડાણ કપાત કરવામાં આવ્યા હતા. કરણપરા, રામકૃષ્ણનગર, ભકિતનગર સર્કલ, ગોંડલ રોડ પર ૧૮ મિલકતોને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી છે.

પૂર્વ ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત વોર્ડ નં.૪માં નવાગામ, વોર્ડ નં.૫માં માર્કેટીંગ યાર્ડ, પેડક રોડ, વોર્ડ નં.૬માં સંતકબીર રોડ, વોર્ડ નં.૧૫માં આજી વસાહત અને જીઆઈડીસી વિસ્તાર, વોર્ડ નં.૧૬માં મેહુલનગર અને નિલકંઠનગર જયારે વોર્ડ નં.૧૮માં અટીકા તથા આરતી વિસ્તારમાં ૬૬ મિલકત ધારકોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.

Loading...