Abtak Media Google News

જામનગર માં આવેલ નગનાથ ગેઇટ નજીક ના અંબાજી ચોક માં જાહેર માં ઘોડી પાસા વડે જુગાર રમતા ૩ શખ્સો ને પોલીસે ઝડપી પાડ્યા છે.

બનાવ ની જાણવા મળતી વિગતો મુજબ પોલીસ અધિક્ષક ની દારૂ તથા જુગાર ને નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ માં હતો દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ બુજડ તથા સંજય પરમાર ને ચોક્કસ બાતમી મળી હતી કે અંબાજી ના ચોક માં અમુક ઈસમો જાહેર માં જુગાર રમી રહ્યા છે.

બાતમી ના આધારે પોલીસે રેઇડ કરી ઇકબાલ હુસેન ગજીયા ૩૮ રહે વાઘેરવાડો મોહીનુંદ્દીન હબીબભાઈ સચડા રહે વાઘેરવાડો તથા અસલમ હુસેનભાઈ હિંગોળા રહે બચુનાગર ને રોકડા રૂપિયા ૧૦૨૬૦ તથા ઘોડી સાથે ઝડપી પાડ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.