Abtak Media Google News

ગઇકાલે રવિવારે  જૂનાગઢ શહેરના ૧૮ સહિત જૂનાગઢ જિલ્લાના ૨૭ વ્યક્તિઓ કોરોના પોઝેટીવ જાહેર થતાં તંત્ર દ્વારા તમામ દર્દીઓને સારવાર અર્થે  ખસેડવામાં આવ્યા છે. જ્યારે જૂનાગઢ તાલુકાના ૧ અને દર્દીનું કોરોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયુ છે. બીજી બાજુ જિલ્લાના અત્યાર સુધીનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૧૬૦ પર પહોંચ્યો છે.

જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડો ચેતન મહેતાના જણાવ્યા અનુસાર ગઇકાલે સાંજના ૪ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન જૂનાગઢ શહેરમાં ૧૮ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, આ સિવાય જુનાગઢ ગ્રામ્ય ના ૧, કેશોદના૩, ભેસાણના ૧, માળિયા હાટીનાના ૨, માણાવદરના ૧ અને માંગરોળના ૧ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.

રવિવારે જૂનાગઢ જિલ્લામાં  કોરોનાએ સંક્રમણ વધારતા જુનાગઢ તાલુકા ના ૧  કોરોના ગ્રસ્ત દર્દીના મૃત્યુ અને ૨૭ જેટલા વ્યક્તિઓ પોઝિટિવ જાહેર થતાની સાથે જ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય તપાસણીની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી દેવામાં આવી છે, તો વહીવટી તંત્ર દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓના જરૂરી વિસ્તાર માટે  જાહેરનામાં પણ પ્રસિદ્ધ કરી દઇ તાત્કાલિક ધોરણે સાવચેતીની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.