Abtak Media Google News

ધોરાજી-જૂનાગઢ-ગીરગઢડા-વંલીમાં ૨ ઈંચ, કલ્યાણપુર-મેંદરડા-વિસાવદરમાં ૧॥ ઈંચ વરસાદ

અષાઢના અંતિમ દિવસોમાં મેઘરાજા છેલ્લા ત્રણ દિવસી સૌરાષ્ટ્ર પર અનરાધાર મેઘ વરસાવી રહ્યાં છે. મુરઝાતી મોલાતને જીવતદાન મળતા જગતાત પણ ખુશખુશાલ થઈ ગયો છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમના જિલ્લામાં મેઘરાજાએ કૃપા વરસાવી હતી. તાલાલામાં અનરાધાર ૪ ઈંચ વરસાદ વરસી ગયો હતો તો કોડીનાર અને વંલીમાં ૨॥ ઈંચ વરસાદ પડયો હતો. આગામી બે દિવસ સુધી હજુ સૌરાષ્ટ્રમાં આ જ પેટર્નથી લોકલ ફોર્મેશનના કારણે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૦ જિલ્લાના ૫૩ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ગીર-સોમના જિલ્લાના તાલાલામાં ૯૨ મીમી પડયો છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં વંથલીમાં ૫૬ મીમી, જૂનાગઢ શહેરમાં ૫૧ મીમી, મેંદરડામાં ૩૯ મીમી, વિસાવદરમાં ૩૪ મીમી, માંગરોળમાં ૨૬ મીમી વરસાદ પડયો છે. જ્યારે ગીર સોમના જિલ્લાના ગીર ગઢડામાં ૪૯ મીમી, કોડીનારમાં ૬૪ મીમી, સુત્રાપાડામાં ૨૮ મીમી, ઉનામાં ૩ મીમી, વેરાવળમાં ૪૭ મીમી, અમરેલી જિલ્લાના વડીયામાં ૧૫ મીમી, સાવરકુંડલામાં ૧૦ મીમ, પોરબંદરમાં ૨૦ મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ૪૨ મીમી, લાલપુરમાં ૧૯ મીમી, જામનગરમાં ૧૩ મીમી, રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ૫૫ મીમી, કોટડા સાંગાણીમાં ૩૦ મીમી, ઉપલેટામાં ૧૩ મીમી, જયારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ૧૭ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.કચ્છમાં પણ મેઘરાજાએ ગઈકાલે અમી દ્રષ્ટી કરી હતી. રાપવરમાં ૩૦ મીમી અને મુંદ્રામાં ૨૩ મીમી જેટલો વરસાદ વરસી જતાં લોકોમાં ખુશાલી વ્યાપી જવા પામી હતી. આ ઉપરાંત કચ્છના અન્ય જિલ્લામાં હળવા ઝાપટા પડયા હતા. હાલ રાજ્યમાં સાર્વત્રીક વરસાદ આપે તેવી એક પણ સીસ્ટમ સક્રિય નથી. લોકલ ફોર્મેશનના કારણે છુટા છવાયા વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ ૨॥ થી ૩ ઈંચ વરસાદ વરસી શકે છે. શુક્રવારથી નવી સીસ્ટમ બને અને અને સૌરાષ્ટ્રને તેનો લાભ મળે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

ભાદર સહિતના ૯ જળાશયોમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા ૩ દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાના કારણે જળાશયોમાં નવા નીરની આવક ઈ રહી છે. ભાદર સહિત ૯ જળાશયોમાં પાણી આવ્યું હોવાનું સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું. ભાદર ડેમમાં નવું ૦.૬૨ ફૂટ, ફોફળ ડેમમાં ૦.૩૯ ફૂટ, આજી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, ન્યારી-૨ ડેમમાં ૦.૪૯ ફૂટ, ભાદર-૨ ડેમમાં ૮.૩૭ ફૂટ, મચ્છુ-૧માં ૦.૨૦ ફૂટ, મચ્છુ-૨માં ૦.૭૨ ફૂટ, વઢવાણમાં ૧.૧૫ ફૂટ અને વઢવાણ ભોગાવો-૨માં ૦.૩૦ ફૂટ નવું પાણી આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.