Abtak Media Google News

શારીરિક, માનસિક અશક્ત અને અંધજન લોકોની સાપેક્ષે મુકબધિર ઝડપથી ખેલમાં પારંગત બને છે

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રાજકોટ ગ્રામ્ય દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત, અંધજન અને શ્રવણમંદ દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૧૯ની વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન તા. ૨૭ થી ૩૦ નવેમ્બર દરમિયાન કરવામાં આવેલ છે. જેમા રાજકોટ જિલ્લાના ૯૮૧ દિવ્યાંગ ખેલાડીઓ તેમનું કૌશલ્ય સિદ્ધ કરશે.

Sonal Vasoya 2 1

સામાન્ય  ખેલાડીઓને રમત-ગમત માટે તૈયાર કરવા અને તેમને સ્પર્ધા વિષે માહિતગારકરવા, એ બોલચાલની ભાષાથી ઘણું સહેલું છે, પરંતુ કોઇ પણ પ્રકારની શારીરિક કે માનસિક ક્ષતિ ધરાવતા  ખેલાડીઓ તૈયાર કરવા માટે ધૈર્ય, વિશેષ કાળજી અને હૂંફની જરૂર પડતી હોય છે. તેમની સાથેની વાતચીત કઠિન હોય છે તેમજ તેઓ સમાજના અલગ હિસ્સામાંથી અને વિભિન્ન માનસિકતા સાથે આવતા હોવાથી તેમનું યોગ્ય કાઉન્સેલીંગ કરવું પણ જરૂરી હોવાનું ખેલાડીઓને તૈયાર કરતા કોચનું માનવું છે. અનેક વિકલાંગોને નિરાશા છોડી જીવનમાં ચોક્કસ ધ્યેય સાથે સામાન્ય જિંદગી જીવતા કરી દેનારા યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને ૮ વર્ષથી ખેલ મહાકુંભના રાજકોટ ઝોન ઇન્ચાર્જ શૈલેષભાઈ વિકલાંગ છે પરંતુ તેમનું જોશ અસામાન્ય છે. વિકલાંગો માટે અનેક કલ્યાણકારી પ્રવૃત્તિ કરતા શૈલેષભાઇ રમતગમતને ખાસ મહત્વ આપે છે તેઓ જણાવે છે કે સ્પોર્ટ્સ દિવ્યાંગોને મોટિવેશન પૂરું પાડે છે.

શારીરિક રીતે અશકત ખેલાડીઓ તૈયાર કરવા કેટલા અઘરા છે, તે સવાલનો જવાબ આપતા તેઓ કહે છે કે,સામાન્ય વ્યક્તિ અને દિવ્યાંગ વ્યક્તિને રમતવીર બનવવા, તેમાં બહુ જ મોટો તફાવત છે. દિવ્યાંગ લોકોને પહેલા તો માનસિક રીતે તૈયાર કરવા તે જ મોટો પડકાર છે. તેઓ પણ સમાજના સામાન્ય વ્યક્તિની જેમ ખેલકૂદમાં આગળ આવી શકે કે કારકીર્દિ બનાવી શકે તે જ તેમને મન ખૂબ મોટી આશંકા પેદા કરનારૂં લાગે છે. દરેકનું વ્યક્તિગત કાઉન્સેલિંગ કરવું પડે છે. તેમની શક્તિને જાણવી પડે છે, આમ, તેમને તૈયાર કરવા એટલે ખુબ જ ધૈર્યનું કામ છે. તેમને રમતના મેદાન સુધી લાવવા, લઈ જવા, ભોજન, પાણી અને કુદરતી બાબતોની વ્યવસ્થા કરવી તે પણ મહેનત માંગી લે છે. તેઓ ગોળા ફેક, ડીસ્ક કે ભાલા ફેક કરે તે માટે એકથી વધુ સહાયકની દરેક રમતવીર દીઠ જરૂર પડે છે. આવા ખેલાડીઓ બહારગામ સ્પર્ધામાં ભાગ લેવા જાય ત્યારે તેમનું ટ્રાન્સપોર્ટેશન તેમજ તેમની સાથે પરિવાર કે સંસ્થાના સભ્યોનો સહયોગ આવશ્યક થઇ પડે છે.

Oh Player 1

દિવ્યાંગોમાં અન્ય એક કેટેગરી એવી બ્લાઇન્ડ કેટેગરીમાં ખેલાડીઓ તૈયાર કરવા દિવસે તારા દેખાઈ જાય તેટલું અઘરું હોવાનું નેશનલ એસોસિએશન ફોર ઘી અંધજન કલ્યાણ મંડળ,  બ્લાઇન્ડ સ્કૂલ રાજકોટ ખાતે જોડાયેલા જયદીપભાઈ  પારેખ જણાવે છે. તેઓને અન્ય રમતમાં ડબલ પ્રેક્ટિસની જરૂર પડે છે. તેઓ અવાજ પરથી તમામ અંદાજ લગાવે છે. તેમને એક વાર રમત સમજાઈ જાય પછી તેઓ ઝડપભેર શીખી લે છે. ખાસ કરીને ચેસમાં સામાન્ય લોકો કરતા પણ સહેલાઈથી તેઓ સારું પરફોર્મન્સ આપી શકે છે કારણ કે તેમની યાદશક્તિ એકદમ સતેજ હોય છે. તેઓને ચેસની રમતની એક પછીની બીજી ચાલ ખૂબ જ ઝડપથી યાદ રહેતી હોય છે.  ક્રિકેટ તેમજ અન્ય રમતો તેઓ સહેલાઈથી રમી શકે છે. તેઓને રાજયસરકાર તેમજ અન્ય એન.જી.ઓ સંસ્થા દ્વારા સંપૂર્ણ સહયોગ મળી રહેતો હોઈ, તેઓ ખેલકૂદ ક્ષેત્રે આગળ આવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.