Abtak Media Google News

ઈ-સ્પોર્ટસ ટુર્નામેન્ટ દરમિયાન ગોળીબાર બાદ ગનમેનની આત્મહત્યા

રવિવારે સાંજે વિડિયો ગેમ ટુર્નામેન્ટ દરમ્યાન અંધાધૂંધ ગોળીબાર થતા ૩ લોકોના મોત થયા અને ૧૧ ને ઈજા પહોચી હતી. ગોળીબાર બાદ ગનમેને આત્મહત્યા કરી હતી. ડાઉનટાઉન જેકસોનવીલેના હૃદય સમાન મેડન એનફેલ ૧૯માં ચાલી રહેલી વિડિયો ગેમ ટુર્નામેન્ટ દરમ્યાન આ ગોળીબાર થયું હતુ.

કલોરીડાના અધિકારીઓએ જણાવ્યું હતુ કે બપોરે દોઢ વાગ્યે તેમને ફોનકોલ આવતા પોલીસ ૨ મીનીટમાં ઘટના સ્થળે પહોચી ગયા હતા જેકસોનવીલના શૈફે જણાવ્યું હતુ કે, ઘટના સ્થળે ગનમેન સહિત ૩ લોકોના મોત થયા હતા ગોળીબાર કરનાર બાલ્તીમોરનો ૨૪ વર્ષિય યુવાન હતો. ગોળીબારમાં ગોળી લાગવાથી બે લોકોને ઈજા થઈ હતી તો બાકીનાં લોકો દોડભાગ કરવામા ઘાયલ થયા હતા. ગોળીબાર કરનારે પોતાનો પણ જીવ લીધો પણ તેણે આવુ શુ કામ કર્યું તે સમજાયું નહી.

મોલમાં ચાલી રહેલી ઈ-સ્પોર્ટસ ઈવેન્ટમા જીતનાર સ્પર્ધકોને હજારો ડોલરના ઈનામો આપવામાં આવે છે. આ ગેમમાં વિશ્વભરનાં ખેલાડીઓ જાડાતા હોય છે. ઈવેન્ટમાં ખેલાડીઓ ફૂટબોલ વિડિયો ગેમ રમી રહ્યા હતા. જેનું ફાઈનલ ઓકટોબરમાં લાસ વેગાસમાં યોજાશે ૨૨ વર્ષિય ગેમર ડેની ફલેહર્લી જણાવે છે કે તેને બંદૂકોનો અવાજ સંભળાયો અને બધા જ દોડાદોડી કરવા લાગ્યા હતા.

ઈવેન્ટના સ્પોન્સર જોકા કહે છેકે અમને આ ઘટનાનું દુખ છે. અમે સતત અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ ઘાયલ થયેલા ૬ પુરૂષોને ફલોરીડા મેડીકલ કોલેજમાં લઈજવાયા છે. જેને હાલત ખૂબજ ગંભીર જણાઈ રહી છે. અને અન્ય ૩ લોકોને સાઉથઈસ્ટની મેમોરીયલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગનકલ્ચરથી લોકોમાં ભયનો માહોલ જણાઈ રહ્યો છે.

અમેરિકામાં ઘણા લોકો પાસે બંધૂકની મંજૂરી છે તો આવી રીતે ગોળીબાર કરી બાદમાં આત્મહત્યા કરનારા લોકોને કારણે અનેક જીવ જોખમાય છે ગન હોવાથી ભયાનક ક‚ણતા સર્જાય છે. ઘણા સ્થળોએ બંદૂકની મંજૂરી આપવામા આવે છે. સ્થાનીકોનું કહેવું છેકે ગન ફ્રી ઝોનનો અંત કરવો જોઈએ અથવા સૂરક્ષા વધારવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.