‘શેઠનગર કા રાજા’ની ૧૧૦૮ દિવડાની મહાઆરતી

શેઠનગર માં ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતુ મહોત્સવ અંતર્ગત અબતક સાથેની વાતચીત દરમિયાન દિગ્વીજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે અમારા સીતારામ ગ્રુપ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ આયોજન કરવા પાછળનો અમારો હેતુ એ છે કે આપણો હિન્દુ સમાજ ટકી રહે છે. અમારા આ ગ્રુપમાં હિન્દુ મુસ્લિમ સમાજના બધા જ લોકો છે. અને સૌ સાથે મળીને હર્ષોઉલ્લાસ સાથે કાર્ય કરીએ છીએ જેમાં અંતિમ દિવસે ગણપતિ બાપાની એક હજાર એકસો આઠ દિવળાની આરતી કરવામાં આવી હતી.

અમારે ત્યાં ગણપતિબાપાના દર્શન કરવા બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. મહાઆરતીમા રાજદિપસિંહ જાડેજા (રીબડા) ઉપસ્થિત રહ્યા હતાઅને અનેક મહાનુભાવોએ બાપાના દર્શનનો લ્હાવો લીધો હતો.

Loading...