ચોટીલા ખાતે સમૂહ લગ્નોત્સવમાં ૨૧ યુગલોએ દહેજ પ્રથા નાબુદીના શપથ ગ્રહણ કર્યા

57

ચોટીલા ખાતે પ્રથમવાર કાઠિયાવાડ દશા શ્રીમાળી સુખડીયા જ્ઞાતિ ચોટીલા-થાન દ્વારા જલારામ મંદિર આગળ ભવ્ય પરિણય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતભર માંથી સુખડીયા સમાજના ૨૧ જેટલા યુગલો પ્રભુતાના પગલાં પાડયા હતા.

ચોટીલા થી રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે પર જલારામ મંડુર ની આગળ એક મોટા મંડપ નીચે ૩૦૦૦ થી વધુ લોકો ની ઉપસ્તીથીમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં સુખડીયા સમાજના અનેક દાતાઓ દ્વારા ક્ધયાઓને ફ્રિજ, ટી.વી, સોના ચાંદીના દગીનાઓ સહિત ફર્નિચર જેવી ૧૧૧ જેટલી ઘરવખરી માટેની નાની મોટી ચીજ વસ્તુઓ કરીયાવર રૂપી દાનમા આપવામાં આવી હતી.

ચામુંડા માતાજીના આંગણે અગ્નિદેવની સાક્ષીએ બ્રાહમણોના મુખેથી નીકળેલા મંત્રોચ્ચાર સાથે સાત મંગલ ફેરા ફરી સહજીવનમાં મંગલ પ્રયાણ કર્યા બાદ આ ૨૧ યુગલો એ પોતાના સંતાનો માટે કદી દહેજ લઈશ નહિ તેમજ કદી દહેજ આપીશ નહી તે અંગેના શપથ સંતો મહંતો, રાજકીય આગેવાનો તેમજ સમાજના આગેવાનોની હાજરીમાં ગ્રહણ કર્યા હતા.આ સમૂહ લગ્નોત્સવના રાજકોટ તેમક અમદાવાદની બ્લડ બેન્કો દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં ૧૦૦ જેતલા બ્લડ ડોનેટો એ પોતાનું માનવજીવનના હિતાર્થને સાર્થક બનાવ્યું હતુંતેમજ પ્રથમ વાર યોજાયેલ ચોટીલા શહેર ખાતે સમૂહ લગ્નોત્સવમાં આ ૨૧ યુગલોના લગ્નની ચોટીલા નગરપાલિકાએ કરીને પોતાની ફરજ બજાવી હતી. અને કોઈ જાનહાની ન બને તે માટે પોલીસે પણ તેની ફરજ બજાવી હતી. દશા શ્રીમાળી સુખડીયા જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ચોટીલા થાન જ્ઞાતિના ભાઈ બહેનો અને યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ સમૂહ લગ્નોત્સવ સફળતા પૂર્વક પર કર્યા હતા.

Loading...