Abtak Media Google News

મચ્છરોની ઉત્પતિ સબબ ૪૫ આસામીઓને નોટિસ: ૯૬ સ્થળે ચેકિંગ, ૪૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સાપ્તાહિક રોગચાળાના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેમાં શરદી-ઉધરસ અને તાવના ૩૨૩ અને ઝાડા-ઉલ્ટીના ૧૮૪ કેસો નોંધાયા છે. મેલેરીયાનો માત્ર ૧ કેસ જ મળી આવ્યો છે.

આ અંગે આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય શરદી-ઉધરસ અને તાવના ૨૯૬ કેસ, ઝાડા-ઉલ્ટીના ૧૮૪ કેસ, ટાઈફોઈડના ૧ કેસ, મરડાના ૬ કેસ અન્ય તાવના ૧૯ કેસ જ્યારે મેલેરીયાનો ૧ કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૮૫૦૪ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે મચ્છરોના નાશ માટે ૩૮૮ ઘરમાં ફોગીંગ કરાયું હતું. શાળા-કોલેજ, હોટલ-હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત કુલ ૧૯૪ સ્થળે ચેકિંગ દરમિયાન મચ્છરોની ઉત્પતિ સબબ ૪૫ લોકોને નોટિસ આપવામાં આવી હતી.

3 7

ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૧ રેકડી, ૧૨ દુકાન, ૩ હોટલ-રેસ્ટોરન્ટ, ૧૦ ડેરી ફાર્મ, ૪૦ અન્ય સ્થળ સહિત કુલ ૯૬ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૩૨ આસામીને નોટિસ અપાઈ હતી અને ૪૩ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ૧૦ સ્થળેથી નમૂના લેવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.