Abtak Media Google News

પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીએ ફરી વાર નાપાક હરકત કરી હતી, જેમાં ભારતીય જળસીમા નળક માચ્છીમારી કરી રહેલી ભારતની ૩ બોટ અને તેના ૧૮ માચ્છીમારોનું અપહરણ કર્યું હતું. આ અપહરણ કરાયેલી બોટમાં બે બોટ પોરબંદરની તથા એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળે છે.

ભારત અને પાકિસ્તાનની દરિયાઈ જળસીમા નળક આવેલી છે, જેનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય માચ્છીમારો અને બોટોનું અપહરણ કરવામાં આવે છે અને માચ્છીમારોને પાકિસ્તાનમાં બંધક બનાવવામાં આવે છે. હજુ ગત ૧૧ ફેબ્રુઆરીએ પાક મરીન સિકયુરીટી એજન્સીએ પોરબંદરની બે બોટ અને વેરાવળની એક બોટનું ર૧ ખલાસીઓ સાથે અપહરણ કર્યું હતું ત્યારબાદ આ અપહરણની બીળ ઘટના સામે આવી છે. જેમાં ભારતીય જળસીમા નળક સૌરાષ્ટ્રની કેટલીક ફિશીંગ બોટો માચ્છીમારી કરી રહી હતી ત્યારે ત્યાં અચાનક પાકિસ્તાન મરીન સિકયુરીટી એજન્સીની શીપ ત્યાં ધસી આવી હતી અને માચ્છીમારી કરી રહેલા ૧૮ જેટલા ખલાસીઓનું ૩ બોટ સાથે બંદૂકના નાળચે અપહરણ કરી લેવાયું હતું. આ બોટ અને ખલાસીઓને બંધક બનાવી પાકિસ્તાન લઈ જવાયા હતા. જેમાંથી બે બોટ પોરબંદરની અને એક બોટ વેરાવળની હોવાનું જાણવા મળે છે. એક મહીનામાં અપહરણની બીળ ઘટના બનતા માચ્છીમારોમાં રોષ્ા ભભૂકી ઉઠયો હતો. અને વારંવાર બનતી ભારતીય બોટ અને માચ્છીમારોના અપહરણની ઘટના અટકાવવા માટે સરકાર કડક પગલા ભરે તેવી માંગ પણ માચ્છીમારો કરી રહ્રાા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.