Abtak Media Google News

શાપર પોલીસ મથકના સ્ટાફ દ્વારા તપાસના મુળ સુધી પહોંચવા આરોપીની રિમાન્ડની કરાશે માંગ: મહિલા સહિત બેની શોધખોળ

લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામે ગેરકાયદેસર સરકારી જમીન પર કબજો જમાવી તેનું સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ વેચાણ-તબદીલી થવાના કૌભાંડમાં શાપર પોલીસ મથકના સ્ટાફે ૮ પૈકી ૬ શખસોની ધરપકડ કરી પુરાવા એકત્રીત કરવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવેની અત્યંત કિંમતી રોડ ટચની સરકારી જમીન ઉપર સ.નં.૨૧૦ની જમીન જેનું ક્ષેત્રફળ ૨૧૫૧-૦૦ ચો.મી. સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી તે જગ્યાને કોઠારીયા સોલવન્ટની અઘાટ જમીનના પ્લોટો બતાવી ગેરકાયદેસર નોટરાઈઝ સોગંદનામાના લખાણો ઉભા કરી, કરોડો રૂપિયાની સરકારી જમીન ઉપર કબજો કરવાના લખાણ કરી ગોડાઉન તેમજ મોટા શો-રૂમ બનાવી ગેરકાયદેસર સરકારી કિંમતી જગ્યા પચાવી પાડવાનું કૌભાંડમાં માલદે કરશન ગઢવી, વીભા ઘુસા ભરવાડ, ઓસમાણ સુમાર કુકડ, રાજેન્દ્રસિંહ ગજુભા વાળા, મુકેશ રમણીક ડોબરીયા, ભરત મૈયા ગમારા અને એક મહિલા સહિત ૮ શખસોએ કરોડો રૂપિયાના જમીન કૌભાંડ આચર્યાનું કલેકટર તંત્રને ધ્યાને આવતા જેની તપાસ રાજકોટ ગ્રામ્યના નાયબ કલેકટર ચરણસિંહ ગોહિલને સોંપેલી, તપાસના અંતે આ કૌભાંડીઓ સામે શાપર પોલીસ મથકમાં લોધીકા મામલતદારે  ફરિયાદ નોંધાવી હતી.

શાપર પોલીસ મથકના પીએસઆઈ કે.એ.ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા ઉપરોક્ત ૬ શખસોની ધરપકડ કરી આ કૌભાંડની સાથે કોણ જોડાયેલા છે તેમજ અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે તે મુદ્દે વધઉ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.