Abtak Media Google News

રૂા.૧૧.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગોંડલ જેતપુર નેશનલ હાઈવે ગોમટા ચોકડી પાસે ગૌ સેવકોએ પશુધનને કતલખાને લઇ જતી ટ્રકનો પીછો કરી પકડી પાડી છ ગાય તેમજ ત્રણ બચ્ચાના જીવ બચાવી પોલીસ ફરિયાદ નોંધાવી બે શખ્સોની ધરપકડ કરાવી હતી.

ગોંડલ ગૌસેવક ગોપાલભાઈ ટોળીયા, મિલનભાઈ સોલંકી, મનીષભાઈ પટેલ તેમજ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપના પૃથ્વીભાઈ જોશી, વિજયભાઇ જાદવ સહિતનાઓએ પૂર્વ બાતમીના આધારે નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી દરમિયાન ૠઉં૨૩ઠ ૨૭૯૫ ટ્રક પસાર થતાં તેનો પીછો કર્યો હતો અને ટ્રક ગોમટા ચોકડી પાસે પ્રશાંત હોટલે ઉભો રહેતા તેમાં નજર કરતા ક્રૂરતાપૂર્વક ભરવામાં આવેલ પશુધન જણાતા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાના પગલે તાલુકા પોલીસ તુરંત દોડી ગઇ હતી અને ટ્રક ચાલક પારસ કમાભાઇ છેલાણા રહે અનુપમ ચોક માણાવદર તેમજ મયુર દેવાભાઈ હાડગરડા રહે બસ સ્ટેન્ડ પાછળ માણાવદર ની ધરપકડ કરી પ્રાણી સૌરક્ષણ અધિનિયમ અને પશુ પ્રત્યે ઘાતકીપણાનો ગુનો નોંધી કુલ રૃપિયા ૧૧૨૬૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.